NAVSARI

પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ગણદેવીના વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેકટની મુલાકાત લીધી….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ
ગણદેવી તાલુકાના વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેકટની મુલાકાત લીધી નવસારી જિલ્લાના ગણદેવીના બિલીમોરા સ્થિત કાવેરી નદી પર રૂ.૨૫૦ કરોડના ખર્ચે ‘વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ તૈયાર થનાર છે. આ વાઘરેચ ટાઇડલ ડેમનું આજરોજ રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લઇ, જાતમાહિતી મેળવી હતી.અને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતાં. આ અવસરે તેમની સાથે ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેકટની સ્થળ મુલાકાતમાં જણાવ્યું હતું કે, બિલીમોરા શહેર તેમજ આજુબાજુના કાંઠા વિસ્તારના ગામોમાં દરિયાની ભરતીનું ખારૂ પાણી નદીમાં પ્રવેશવાને કારણે નદીના અને આજુબાજુ બોર/કુવાના ભૂગર્ભ જળ ખારા થઈ જાય છે. આ ખારાશ આવતી અટકાવવા માટે વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટરના નામથી યોજના મંજૂર કરવામાં આવી છે. આ વિસ્તારની પ્રજાની વર્ષો જૂની માગણી પૂરી કરી છે. આ ડેમ બનવાથી તેર કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોમાં પીવાનું શુધ્ધ પાણી મળશે. લોકોની સુખાકારીના કામો કરવા માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે તેમ જણાવ્યું હતું.
વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટથી બિલીમોરા નગરપાલિકા સહિત નવસારી/ગણદેવી તાલુકાના વાઘરેચ, ગોયંદી-ભાઠલા, દેસરા, આંતલીયા, વંકાલ, ઘેકટી, ઉંડાચના લુહારફળીયા અને વાણીયા ફળીયા, ખાપરવાડા, વાસણ વગેરે ગામોને પીવા અને સિંચાઈ માટે મીઠું પાણી ઉપલબ્ધ થશે, ઉપરાંત જૂની ખરેરા નદી પુનર્જીવિત થશે.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી અમિત પટેલ, અધિકારીઓ/પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, ગામ આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!