KUTCHMANDAVI

અખીલ કચ્છ મહેશ્વરી સમાજમાં ધર્મનું પ્રચાર સાથે ધર્મની જયોત જગાવા માટે ધર્મ રથ દ્વારા સમાજમાં ધર્મનું પ્રચાર પ્રકાશિત કરવા માટે ધર્મ રથ બિદડા મધ્યે વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું.

૩૧-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – બિદડા કચ્છ

માંડવી કચ્છ :- અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયા દેવ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી લક્ષ્મણભાઈ ભરાડીયા અને યુનિટી ઓફ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી પ્રેમભાઈ ફુફલ અને અખીલ ભારત માતંગ મંડળ ના પ્રમુખશ્રી ધીરજભાઈ માતંગ દ્વારા કચ્છ જિલ્લાના નાનાં મોટાં ગામડાઓમાં વસતા મહેશ્વરી સમાજના લોકો માટે સમાજમાં ધર્મનું પ્રચાર સાથે ધર્મની જયોત જગાવા માટે ધર્મ રથ દ્વારા સમાજમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે.આ ધર્મ રથની ગાંધીધામ મધ્યે થી શરૂઆત કરવામાં આવી છે ત્યારે આજ રોજ માંડવી થી કોડાય,તલવાણા,થી બિદડા મધ્યે આ ધર્મ રથ પધાર્યું હતું ત્યારે મહેશ્વરી સમાજના આરાધ્ય ઇષ્ટદેવ પુજ્યશ્રી ધણીમાતંગ દેવનાં ઓમારા અને ગ્યાન વાણી બોલીને ધર્મ રથ સાથે બિદડા મહેશ્વરી સમાજના માઘ સ્નાન વ્રત ધારીઓ સાથે શોભાયાત્રા નીકળી હતી.આ ધર્મ રથ બિદડા મફતનગર મહેશ્વરી સમાજ માં પધાર્યું હતું.અને ધર્મ રથ સાથેના આગેવાનો નું બિદડા મહેશ્વરી સમાજના આગેવાનો દ્વારા ફુલ હાર પહેરાવી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.મોટાં મતીયા દેવ ટ્રસ્ટના પ્રમુખશ્રી લક્ષ્મણભાઈ ભરાડીયા એ સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણી સમાજના લોકો ધર્મની જોત જગાવા માટે આગળ આવો અને આપણું મહેશ્વરી સમાજના ધર્મ સાથે આપણે જોડાયેલ રહીએ અને આપણા બાળકોને ભણતર માં આગળ વધારવા માટે માવતર બાળકો ને સારી સુચન કરે અને આપણી સમાજના લોકો વ્યસન મુક્ત થાય તેવું હુ તમાંમ લોકો ને જાગૃત કરી રહ્યો છું અને આપણા સમાજમાં એજ્યુકેશન ની બહું જરૂર છે તો તમે લોકો તમારા બાળકને ભણાવવા માટે આગળ આવો અને તમારા બાળકને ભણાવવા માટે પુરેપુરો સાથ સહકાર આપશો અને તમારા બાળક કોઈ ખોટાં રસ્તો નથી અપનાવી રહ્યા તેનું ખાસ ધ્યાન રાખો તેવું લક્ષ્મણભાઈ ભરાડીયા એ જણાવ્યું હતું. આ શુભપ્રસંગે બિદડા ગામના સમસ્ત મહેશ્વરી સમાજના લોકો એ ધર્મ રથ ને ધામ ધુમથી સ્વાગત સાથે આવકાર્યું હતું.અને બિદડા ગામના મહેશ્વરી સમાજના માતાઓ બહેનો બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!