PANCHMAHALSHEHERA

કોમર્સ કોલેજ ગોધરા દ્વારા થેલેસેમિયા અવેરનેસ પ્રોગ્રામ યોજાયો..

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ વિભાગ દ્વારા પ્રથમ વર્ષ બીકોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે થેલેસેમિયા ની વિસ્તૃત જાણકારી કોલેજના પ્રિન્સિપાલ તથા એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી દ્વારા આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ભલે લગ્ન સમયે કુંડળી મેળવો તેની સાથે સાથે થેલેસેમિયા રિપોર્ટ પણ મેળવો કારણ કે જો બે થેલેસેમિયા માઈનર લગ્ન થશે તો તેમનું સંતાન ગંભીર ગણાતા થેલેસેમિયા મેજરમાં પરિણમશે અને તેમાં કુટુંબ પારાવાર મુશ્કેલીમાં મુકાઈ જશે તેમણે વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને થેલેસેવિયાની સરળ ભાષામાં સમજૂતી આપી હતી. કાર્યક્રમના અંતે ઉદિત રાણા દ્વારા આભાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!