JUNAGADHVISAVADAR

વિસાવદરના ચાંપરડા સ્થિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે આર્ચરીની તાલીમ : રમતવીરોને નિષ્ણાંત કોચ દ્વારા માર્ગદર્શન

રાજ્ય સરકારે રમતવીરોને પ્રોત્સાહન મળે તે માટે અનેકવિધ યોજનાઓ અમલી કરી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્યના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની પહેલથી જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ચાંપરડા ખાતે બ્રહ્માનંદ વિદ્યામંદિર ખાતે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ શરુ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રમતોની સાથે આર્ચરીના તાલીમ મેળવી મહારથ હાંસલ કરી રહ્યા છે. રમતવીરોને નિષ્ણાંત કોચ દ્વારા માર્ગદર્શનની સાથે રહેવા, જમવા સહિતની સુવિધા સાથે રમતગમત માટેની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રમતગમત માટે એક સકારાત્મક વાતાવરણ નિર્માણ થવાની સાથે રમતવીરોને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તે સાથે જ રમતગમત માટે મૂળભૂત માળખાકિય સુવિધાઓ પણ રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!