KHERGAMNAVSARI

ખેરગામ તાલુકાના જામનપાડા ગામે ગ્રામ પંચાયતની મંજૂરી વિના ડામર-પ્લાન્ટ શરૂ કરી દેતા ગામજનોમાં રોષ

ખેરગામ તાલુકાના જામનપાડા ગામે ગ્રામ પંચાયતની મંજૂરી વિના ડામર-પ્લાન્ટ શરૂ કરી દેતા ગામજનોમાં રોષ
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
જામનપાડા તા-ખેરગામ જી-નવસારી ખાતે આવેલ બ્લોક નંબર-૪૧૧ વળી જગ્યા જે ફકીર પરાગ પટેલ અને ગંગાબેન નરસિંહ પટેલની માલીકીની બિનખેતીની જમીનમાં ડામર પ્લાન્ટ ૫ મહિનાથી શરૂ કરવામાં આવ્યો છે.જે બ્લોક નંબર-૪૧૧ વાળી જગ્યામાં જે ડામર પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો છે. તે માટે ગામનાં રહેવાસી અવાર-નવાર જામનપાડા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં સભ્યો દ્વારા અને અગાઉ મળેલ ગ્રામ સભામાં પણ ડામર પ્લાન્ટ બંધ કરવાની રજૂઆતો કરી છે. ગ્રામ પંચાયતે ડામર પ્લાન્ટને બંધ કરવા બાબતે નોટિસ પણ આપેલ હોય, છતાં પણ પોતાની મનમાની અને દાદાગીરી કરી ડામર પ્લાન્ટ ચાલું રાખવામાં આવ્યો છે. આ ડામર પ્લાન્ટ માંથી નીકળતો કેમિકલ, મુળ, ધુમાડાથી નિશાળ ફળિયા, લુહાર ફળિયા જેમાં આશરે ૬૦ થી ૭૦ ધરો આવેલ છે. આ ઘરોમા વસ્તા લોકોના આરોગ્ય સાથે જોખમ જોવા મળી રહ્યું છે અને ખેતી તથા પશુઓને પણ મોટું નુકશાન થાય છે આ બ્લોક નંબર-૪૧૧ વાળી જમીન જગ્યામાં ચાલતો ડામર પ્લાન્ટને પંચાયત દ્વારા કોઈ પણ જાતની મંજુરી પણ આપવામાં આવેલ નથી.અને જો આ બાબત તંત્ર દ્વારા બ્લોક નંબર-૪૧૧ વાળી જમીનમાં ચાલતો ડામર પ્લાન્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં ન આવે તો આગામી દિવસોમાં આ ડામર પ્લાન્ટ પર ધરણાં પ્રદર્શન અને વિરોધ કરવામાં આવશે જેવો ગામજનોએ રોષ વ્યક્ત કરીયો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!