NAVSARI

નવસારીના આરોગ્ય વિભાગ દ્વારા *“જીંદગી અપનાવો, નહિ કે તમાકુ” થીમ પર જનજાગૃતિ અભિયાન યોજાયું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
*વર્ષે-૨૦૨૩ વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ- ‘‘વી વોન્ટ ફુડ,નો ટોબેકો (“આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં”

“ વિશ્વ તમાકુ નિષેધ દિવસ “ ઉજવણીના ભાગરૂપે We Need Food, No Tobacco થીમ અંતર્ગત આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત નવસારી દ્વારા સમગ્ર જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો દ્વારા તમાકુ જેવા નશીલા પદાર્થોના ઉપયોગથી સ્વાસ્થ્ય પર થતી આડ-અસરો વિશે સમુદાયો-શિક્ષણ-તાલીમ સંસ્થાઓમાં લોકોને માહિતગાર કરવામાં આવ્યા. જન  જાગૃત્તિના ભાગરૂપે બ્રહ્માકુમારી સંસ્થાના સહયોગ દ્વારા નશા મુક્તિ અને વ્યસન છોડો વિષય ઉપર કાર્યક્રમ યોજી વ્યસનના ભોગથી  લોક જીવનને બચાવવના સંદેશા ફેલાવવામાં આવ્યા. નવસારી તાલુકાના ઉન ખાતે આઈ.ટી.આઈ. ના અંદાજીત ૧૦૦ થી વધુ તાલીમાર્થીઓ તથા એગ્રીકલ્ચર યુનિ.વેટરનીટી કોલેજ, નવસારી ના સ્ટુડન્ટ સાથે પણ તમાકુ તથા નશીલા પદાર્થોથી થતા ગેરફાયદા વિશે કાર્યક્રમ યોજાયો, ઉપરાંત આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત નવસારી હસ્તકના અનેક પ્રા.આ..કે .દ્વારા પણ પોતાના વિસ્તારોમાં “ વિશ્વ તમાકુ નિષેધ દિવસ “ ઉજવણીના ભાગરૂપે લોકજાગૃત્તિના કાર્યક્રમો જેવા કે, રેલી, સેમીનાર, કોમ્યુનીટી મીટીગ યોજવામાં આવ્યા.

કાર્યક્રમમાં નવસારી  જિલ્લાના એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો.ભાવેશ પટેલ દ્વારા તમાકુની પ્રોડક્ટથી તંદુરસ્તી પર નુકસાન અંતર્ગત કેન્સર, હદયરોગ, લકવો, ટી.બી. નપુંસકતા જેવા ઘાતકરોગો વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી.  તેઓએ તમાકુના અધિનિયમ COTPA-2003 ના અમલીકરણ વિશે પણ વિસ્તૃત માહિતી આપી.
સમગ્ર કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.રાજેન્દ્ર રંગૂનવાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મયંક ચૌધરી, જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી ડો.રાજેશ પટેલ દ્વારા વિશેષ માર્ગદર્શન પૂરું પાડી  કાર્યક્ર્મને સફળ બનાવ્યો.     

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!