SPORTS

ભારતે ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું, ઈતિહાસમાં સૌથી મોટી જીત

યશસ્વી જયસ્વાલે 231 બોલમાં બેવડી સદી ફટકારી હતી

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે એકતરફી મેચમાં ઈંગ્લેન્ડને પરાજય આપ્યો હતો. 557 રનનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ 122 રનમાં સમેટાઈ ગઈ હતી.આ મેચમાં ભારતે રનના મામલે સૌથી મોટી જીત નોંધાવી છે. ભારતે ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું છે. ભારતીય ટીમે પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ટેસ્ટ સીરિઝની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે.

યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને સતત બીજી મેચમાં બેવડી સદી ફટકારી હતી. સરફરાઝ ખાન અને શુભમન ગિલે પણ અડધી સદી ફટકારીને ભારતને બીજી ઇનિંગમાં ચાર વિકેટના નુકસાન પર 440 રન સુધી પહોંચાડવામાં યોગદાન આપ્યું હતું. જેના કારણે ભારત ઈંગ્લેન્ડને 557 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહ્યું હતું. ભારત તરફથી બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ વિકેટ લીધી હતી.

રવીન્દ્ર જાડેજાએ બીજી ઈનિંગમાં શાનદાર બોલિંગ કરી હતી. તેમણે 12.4 ઓવરમાં 41 રનમાં પાંચ વિકેટ લીધી હતી. જાડેજાએ ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન ફોક્સ અને માર્ક વૂડને પેવેલિયન ભેગા કર્યા હતા.

ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં જયસ્વાલે ઇંગ્લેન્ડના સૌથી અનુભવી બોલર જેમ્સ એન્ડરસન સામે છગ્ગાની હેટ્રિક ફટકારી હતી. આ ત્રણ છગ્ગા સાથે જયસ્વાલે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. તે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક સીરિઝમાં 20 છગ્ગા ફટકારી પ્રથમ બેટર બની ગયો છે. તેના પહેલા ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં કોઈ બેટર આવું કરી શક્યો નથી. આ સાથે જ તે ભારત માટે એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટર બની ગયો છે. યશસ્વી જયસ્વાલે 12 છગ્ગા ફટકાર્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!