સારસા પ્રાથમિક શાળા માં ઉજાસ ભણી કાર્યક્રમ માં વક્તા તરીકે શિક્ષણ વિદ ડો શૈલેષ વાણીયા’શૈલ’
સારસા પ્રાથમિક શાળા માં ઉજાસ ભણી કાર્યક્રમ માં વક્તા તરીકે શિક્ષણ વિદ ડો શૈલેષ વાણીયા’શૈલ’
તાહિર મેમણ : આણંદ – 12/11/2024- કુમાર શાળા સારસા એક કલાક ને ત્રીસ મિનિટ નો ટોક શાળાના આચાર્ય અરુણભાઈ બ્રહ્મભટ્ટ ની અનુમતિથી ડૉ કિરીટ દ્વારા ડૉ. શૈલેષ વાણીયા શૈલ ને આમંત્રણ આપવામાં આવ્યું. શિક્ષકશ્રી રાઠોડ કિરણતથા સ્મિતાબેન અને શિક્ષકગણ, બાળમિત્રો દ્વારા પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું. નક્કી કરે સ્થાને બાળકો ને બેસાડવામાં આવ્યા. મોડ્યુલ સાત ના નશીલા પદાર્થોના દુરુપયોગની રોકથામ અને વ્યવસ્થાપન ની પૂર્વ તૈયારી કેવી રીતે કરી શકાઈ તેની સમજ ટૂંકી વાતાૅ સાથે તેઓ આગળ વધ્યા બાળકો ને પ્રતિજ્ઞા લેવડાવી છે.કે ક્યારેય નસીલા પદાર્થો નું સેવન નહી કરીએ. નસો નોરતે વિનાશ કુલ છ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 1. માદક દ્રવ્યોના પ્રકાર અને નસીલા પદાર્થના ઉપયોગના સંકેતો અને લક્ષણો 2. નસીલા પદાર્થ નો ઉપયોગ બાળકો માટે સંવેદનશીલ કેમ છે?3. સાથીઓના નકારાત્મક દબાણથી દૂર રહેવું 4. નસીલા પદાર્થો વિષેની ગેરમાન્યતા અને ગેર સમજોની સમજ 5. અટકાવ અને ઉપચાર માટે ટેકો મેળવવો :સુરક્ષા માળખું 6. તમાકુ મુક્ત શાળાઓ માટે પ્રોત્સાહન.
કુલ છો પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને જકડી રાખ્યા હતા એક કલાકના આ સેશનમાં બાળકોને ખૂબ જ મજા પડી ગઈ હતી અંતિમ વિભાગમાં પ્રશ્ર્નનોતરી ત્યારબાદ નસીલા પદાર્થ ના ચિત્ર દોરવા જણાવ્યું હતું.તેનાથી થતું શારીરિક નુકસાન સુંદર લખાણ લખનાર વિધાર્થીઓને પ્રથમ, બીજો અને ત્રીજો નંબર આપવામાં આવ્યો હતો આ સ્પર્ધા માં પ્રથમ આકાશ દિપેશસિંહ સોલંકી ધોરણ 8 બીજા નંબર અતુલ મેલાભાઈ વસાવા ધોરણ સાત અને ત્રીજા નંબર ચિરાગ કુમાર રાજુભાઈ ચૌહાણ ધોરણ છ તેઓને ત્રણ તાળી માન આપવામાં આવ્યું. વકતાશ્રી દ્વારા નોટબુક ઈનામ તરીકે ભેટ આપવા માં આવી બાળમિત્રો, સ્ટાફ ગણ માં ખુશી વ્યાપી ગઈ હતી.આભાર શાળા ના આચાર્યશ્રી, કિરીટ સર, કિરણ સર, મેડમ સ્મિત દ્વારા વક્તા ડો. શૈલેષ વાણીયા શૈલ ને સુંદર પ્રમાણપત્રક ની ભેટ આપવામાં આવી હતી. અલ્પાહાર લઇ 1.10મીનીટે છુટા પડ્યા.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.