ભાડુકા ખાતે શ્રી દરિયાલાલ દાદાનો પ્રથમ પાટોત્સવ ઉજવાશે, પ્રમુખ નવિનભાઈ પુજારા ની દેખરેખ હેઠળ મંદિર વિકાસથી વેગવંતુ બન્યું.
પ્રમુખ નવિનભાઈ પુજારા ની દેખરેખ હેઠળ મંદિર વિકાસથી વેગવંતુ બન્યું.

તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મુળીના ઉમરડા ભાડુકા ના સિમાડે આવેલ ભવ્ય મંદિર શ્રી દરિયાલાલ દાદા મંદિર સમસ્ત લોહાણા સમાજનું આસ્થાનું પ્રતિક સમાન છે દરબીજના દિવસે ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડે છે ભક્તિ સાથે ભોજન પ્રસાદનો હરિહરનો સાદ અને દરિયાલાલ દાદાનો નાદ સાંભળવા મળે છે પ્રકૃતિના ખોળે બેસી આનંદની લાગણી થકી તરબોળ ભક્તો અને સેવકો સતત મંદિરના વિકાસ માટે ખડેપગે ઊભા હોય છે ત્યારે આગામી ૩૦-૬-૨૪ ના રોજ પ્રથમ પાટોત્સવ ઉજવાશે તેમ મંદિરના પ્રમુખ નવિનભાઈ પુજારા એ જણાવ્યું હતું સાથે વરુણયજ્ઞ અને સમુહ યજ્ઞોપવિત રાખેલ છે જેમાં સંતો મહંતો ઉપસ્થિત રહેશે જેમાં કમીજળા મંદિરના મહંત શ્રી જાનકીદાસજી શ્રી મુકુંદભાઈ વસાણી ગોગા મહારાજની જગ્યા કુવાડવા શ્રીમાન હર્ષદ ભગત શામજી ભગતની જગ્યા બામણબોર અને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિત અનેક આગેવાનો હાજરી આપશે તેમ નવિનભાઈ પુજારાની યાદીમાં જણાવ્યું હતું.



