CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલા પોલીસ ટીમે આધાર પુરાવા વગરના સોનાના દાગીના ભરેલ બોક્ષ નંગ 7 વજન 4121 કિલો ગ્રામનો મુદ્દામાલ જપ્ત કર્યો.

સોનાના દાગીનાના બોક્ષ નંગ 7 કુલ વજન 4121.910 કિલો ગ્રામ કિ.રૂ.2,75,51,376 ના મુદ્દામાલ સાથે એક ઈસમને દબોચી લીધો.

તા.29/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સોનાના દાગીનાના બોક્ષ નંગ 7 કુલ વજન 4121.910 કિલો ગ્રામ કિ.રૂ.2,75,51,376 ના મુદ્દામાલ સાથે એક ઈસમને દબોચી લીધો.

ચોટીલા પીઆઇ આઈ બી વલવી સાહેબની સુચનાથી પોલીસ સ્ટાફના માણસોને ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવા અંગે જરૂરી સુચના તેમ જ માર્ગદર્શન આપેલ જે અનુસંધાને ચોટીલા પોલીસ સ્ટેશનના પો.હે.કો ધનરાજ સિંહ વાઘેલા, મહિપતસિંહ પરમાર, સુખદેવસિંહ રાઠોડ સહિત પોલીસ ટીમ દ્વારા ચોટીલા ચામુંડા પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન બસમાંથી એક ઈસમ સંજયભાઈ જગજીવનભાઈ મદાણી જાતે સોની રહે રાજકોટ 150 ફુટ રીંગ રોડ ઋષિકેશ એકજોટીકા 701 રાજકોટ વાળો કાળા કલરના થેલા સાથે હાજર મજકુર ઇસમને થેલામાં રહેલ સામાન બાબતે સાચી હકીકત જણાવેલ ન હોય અને ફર્યો ફર્યો બોલતો હોય જેથી મજકુર ઈસમને વાહનમાંથી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછતા પોતાના થેલામાં સોનાના દાગીના હોવાનું જણાવેલ અને તે સોનાના દાગીના નું કોઈ બિલ પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ અને સદરહુ સોનાના બોક્સ બાબતે ઈસમ ફર્યો ફર્યો બોલતો હોય અને કોઈ સંતોષકારક જવાબ ન આપતા જેથી પંચો સાથે સોનાના દાગીના હોવાનું ખરાઈ કરી ઈસમના કબજામાં રહેલ સોનાના દાગીના ભરેલ બોક્સ નંગ 7 જેનો કુલ વજન 4121.910 કિલોગ્રામ જેની કિ.રૂ.2,75,51,376 નો મુદ્દામાલ બાબતે મજકુર ઈસમે કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Back to top button
error: Content is protected !!