KUTCHMANDAVI

મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ભુજોડી ખાતે “કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩” હેઠળ જાગૃતિ સેમિનાર યોજાયો.

મહિલાલક્ષીયોજનાની માહિતી આપવા સાથે છાત્રાઓને સોશિયલ મીડિયાના હકારાત્મક ઉપયોગ બાબતે સમજણ અપાઇ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૧ જુલાઈ : આહીર કન્યા વિદ્યાલય ભુજોડી ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીનીકચેરી દ્વારા “કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩” નું જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી ભાવિકાબેન ત્રિપાઠી દ્વારા ઉપસ્થિત તમામનુંશાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. દહેજ પ્રતિબંધક સ રક્ષણ અધિકારીશ્રી ભરતભાઈ મકવાણા દ્વારા “કામકાજના સ્થળેજાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩” હેઠળ કાયદો શું છે, કાયદા હેઠળ શું સજા થાય તે તમામ મુદા ઉપર વિસ્તૃતમાં માહિતીઆપવામાં આવી હતી. સંકલ્પ DHEW ના મિશન કો – ઓર્ડીનેટરશ્રી ફોરમબેન વ્યાસ દ્વારા વિભાગીય મહિલાલક્ષીયોજનાની માહિતી આપવામાં આવી હતી તથા સોશિયલ મીડિયાના હકારાત્મક ઉપયોગ બાબતે સમજણ આપવામાં આવી હતી. જેન્ડર નિષ્ણાંત શ્રી ભરતભાઈ સોલંકી દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓને ફોલ્ડર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આભારવિધિ SFL શ્રી પુજાબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંકલ્પ DHEW ના જેન્ડર નિષ્ણાંતશ્રી મનસુખભાઈ ગ્રામભડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવામાં નરેશભાઈ જેપારનો સહયોગ રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!