GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના અડાંદરા ગામે વરસાદી પાણીનો નિકાલ કરવામાં ન આવતા મહિલાઓએ ગંદા પાણીમાં ઉભા રહી વિરોધ કર્યો.!!

 

તારીખ ૦૨/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના અડાદરા ગામના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જે ગટર લાઈન હોવા છતાં વરસાદી પાણી આખા રોડ ઉપર ભરાતા ગંદા પાણી માંથી નીકળવા મજબુર થઈને સ્થાનિક મહિલા ઓએ ગંદા પાણીમાં ઉભા રહી વિરોધ કર્યો છે જ્યાં અડાદરા પોલીસ સ્ટેશન ના પાછળ ના ભાગેથી ભૂખી ગામ તરફ જતો મેન રસ્તા ઉપર ગટર લાઈન હોવા છતાં ગટરો ઉપર ના ચેમ્બરો તૂટેલ હાલત માં હોવાથી ગટર લાઈન ચોકબ થય છે જેના કારણે વરસાદી પાણી આખા રોડ ઉપર મોટા પ્રમાણ ફેલાય છે જેના કારણે સ્થાનિક રહીશો તેમજ સ્કૂલના બાળકો અને રાહદારી ઓને ગંદા પાણી માંથી પ્રસાર થવું પડે છે અને વરસાદી પાણી રોડ ઉપર ભરાતા રોડ ઉપરના તૂટેલા ચેમ્બર વરસાદી પાણી ના કારણે દેખાતા ન હોવાથી સ્કૂલ ના બાળકો તેમજ રાહદારી ઓને તૂટેલા ચેમ્બર ના ખાડા માં પડી જવાની દહેસત લાગી રહી છે અને સ્થાનિક મહિલા ઓના જણાવ્યા મુજબ અડાદરા ગ્રામ પંચાયત ના તલાટી છેલ્લા ઘણા સમયથી આવતા નથી જેના કારણે સ્થાનિક રહીશો ને પીવાના પાણી ગટર લાઈન માં સાફ સફાઈ જેવી પાયા ની સુવિધાઓ મળતી નથી તેઓના ફળિયામાં પીવાનો પાણી નો ગંભીર પ્રશ્ન હોવાથી પત્રકાર નો સંપર્ક કરી તેઓને પડતી મુશ્કેલીઓ જણાવી હતી અને વધુ માં એવું જણાવેલ કે છેલ્લા ત્રણ વર્ષ થી વહીવટદાર વહીવટ કરતા હોવાથી ગામનો સરપંચ ન હોય જેના કારણે ગામ જનોને મુશ્કેલીઓ વેઠવી પડે છે.

Back to top button
error: Content is protected !!