વેજલપુર પોલીસ મથકે નવા કાયદા અંગે સર્કલ પીઆઇ અને પીએસઆઇ ની ઉપસ્થિતિમાં લોક જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો.

તારીખ ૦૩/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે નવા કાયદા ની માહીતી આપવા અને જાગૃતી લાવવા ગોધરા સર્કલ પી.આઈ એ.કે કલાસવાને અને વેજલપુર પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ એસ.એલ કામોળની હાજરીમાં પોલીસ મથકે કાર્યક્ર્મ યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થઈ ગયા છે.૫૧ વર્ષ જૂના સી આર પી સી નું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) લેશે. ભારતીય દંડ સંહિતાનું સ્થાન ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA) લેશે. મહિલાઓ સાથે જોડાયેલા મોટા ભાગના ગુનામાં અગાઉથી વધારે સજા મળશે. ઇલેક્ટ્રોનિક માહિતીથી પણ એફ આઇ આર નોંધાવી શકશે. સામાજિક સેવા જેવા કાયદા પણ લાગુ થશે જેથી નવા કાયદા અંગે માહિતી આપી હતી વેજલપુર પોલીસ મથકે નવા કાયદા અંગે લોક માં જાગૃતિ લાવવા માટે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા અને આ તમામ નવા કાયદા અંગે પી.આઈ.તેમજ પી.એસ આઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું હવે લોકોને પોલીસ સ્ટેશન સુધી આવવું નહિ પડે પોતેજ પોતાના મોબાઈલથી ઘરે બેઠા ફરિયાદ કરી શકશે તેવું પણ માર્ગદર્શનમાં જણાવ્યું હતું.







