HALOLPANCHMAHAL

હાલોલ- ડિવિઝનમાં આવેલા આઠ પોલીસ મથકમાં પ્રોહિબિશનના નોંધાયેલા ગૂનાના 2,90,25,229 /- નો ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૭.૨૦૨૪

હાલોલ ડિવિઝનમાં આવેલ આઠ પોલીસ મથકમાં સને 2023 ના વર્ષમાં પ્રોહિબિશન ના નોંધાયેલ 525 ગુના માં રૂ 2,90,25,229 /- નો ઝડપાયેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની નાની મોટી મળી કુલ 2,17,532 બોટલ તેમજ બીયર ટીન નો હાલોલ તેમજ ગોધરા પ્રાંત અધિકારી,નાયબ પોલીસ અધિક્ષક હાલોલ, નશાબંધી અધિકારી, હાલોલ શહેર અને ગ્રામ્ય પોલીસ મથક ના પી.આઇ તેમજ આઠ પોલીસ મથક ના પી.એસ.આઈ અને 40 ઉપરાંત પોલીસ કર્મચારીઓ ની ઉપસ્થિતિમાં પાવાગઢ ની તળેટી માં આવેલ હાલોલ જાંબુડી ખાતે દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ ડિવિઝન માં આવેલ હાલોલ શહેર, હાલોલ ગ્રામ્ય, કાલોલ, વેજલપુર, દામાવાવ, રાજઘઢ,જાંબુઘોડા, પાવાગઢ આમ આઠ પોલીસ મથક માં સને 2023 ના વર્ષ માં 525 પ્રોહિબિશન ના ગુના નોંધાયા હતા.જેમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો રૂ. 2,90,25,229 /- ઝડપાયો હતો. તે મુદ્દામાલ માં કબ્જે કરેલ 2,17,532,દારૂની બોટલો તેમજ બીયર ટીન નો હાલોલ અને ગોધરા પ્રાંત અધિકારી,નાયબ પોલીસ અધિક્ષક હાલોલ, નશાબંધી અધિકારી હાલોલ, શહેર અને ગ્રામ્ય પોલીસ મથક ના પી.આઇ તેમજ છ પોલીસ મથક ના પી.એસ.આઈ પોલીસ કર્મચારીઓ ની ઉપસ્થિતિમાં પાવાગઢ ની તળેટી માં આવેલ હાલોલ જાંબુડી ખાતે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.હાલોલ ના જાંબુડી ખાતે પોલીસ ના હાથે ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો હોવાની વાત ફેલાતા લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!