GUJARATMEHSANAVIJAPUR

વિસનગર તાલુકાના બાસણા ગામે ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને તાલીમ અપાઈ

વિસનગર તાલુકાના બાસણા ગામે ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને તાલીમ અપાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિસનગર તાલુકાના બાસણા ગામે પ્રાકૃતિક ખેતીની ખેડૂતોની તાલીમ આપવામાં આવી હતી. બાસણા ગામે ખેડૂતોએ ફાર્મર માસ્ટર ટ્રેનર દયાભાઈ જીવરામભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ દેશી ગાયની સજીવ ખેતી પ્રાકૃતિક ખેતી તેમજ વિવિધ અર્ક અને બીજામૃત અને ઘનામૃત વિશે માહિતી મેળવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિસનગર બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી કનુભાઈ પટેલે કર્યું હતું તેમણે પણ પ્રાકૃતિક ખેતી ના ફાયદા તેમજ પ્રાકૃતિક ખેતીની થયેલા અનાજ અને શાકભાજી તેમજ ફળફળાદી ની ગુણવત્તા વિશે ખેડૂતોના પ્રશ્નોનો ઉત્તર આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં અત્યારે પ્રાકૃતિક ખેતી અભિયાન ચાલી રહ્યું છે જે પૈકી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તેમ જ અનાજ અને ફળફળાદીના પાકોની ગુણવત્તા જળવાઈ અને પ્રજાજનોનું સ્વાસ્થ્ય સુધરી તે માટે સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં પણ અત્યારે પ્રાકૃતિક ખેતી અભિયાન ચાલી રહ્યું છે. જે પૈકી આજે બાસણા ગામે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ યોજાઈ હતી

Back to top button
error: Content is protected !!