સુરેન્દ્રનગરમાં સાયલા તાલુકાના અડાળા ગામે પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાયો.
કૃષકોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે પ્રોત્સાહન આપતા જિલ્લા કલેકટર કે સી સંપટ

તા.13/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કૃષકોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે પ્રોત્સાહન આપતા જિલ્લા કલેકટર કે સી સંપટ
પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના અડાળા ખાતે જિલ્લા કલેકટર કે સી સંપટની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ પર પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટે કૃષકોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરના વધુ પડતાં ઉપયોગના માઠા પરિણામો સૌ ભોગવી રહ્યા છીએ ધરતી માતાની ફળદ્રુપતા પાછી લાવી ખેડૂત પરિવારને, ગ્રામજનોને અને સમગ્ર સમાજને ઝેર રહિત સાત્વિક આહાર આપીશું તો જ રોગોનું પ્રમાણ ઘટાડી શકીશું આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલે કૃષકોને જિલ્લામાં વેરાન જગ્યામાં તૈયાર થયેલા આવેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લેવા અન્ય ખેડૂતોને અનુરોધ કર્યો હતો તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ સેમિનારમાં સાયલા તાલુકાના અડાળા, સોખડા, કોટડા, નાના હરણીયા સહિતના ગામોના ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી વિષય ઉપર માહિતી પુરી પાડવામાં આવી હતી તેમજ પ્રાકૃતિક ખેતીની માનવ જીવનમાં અગત્યતા અને દેશી ગાયથી ખેતી અને માનવ સ્વાસ્થ્ય ઉપર થતા ફાયદાઓ વિશે માહિતી આપી હતી ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતી અંગે વિવિધ તાલિમો યોજવામાં આવી રહી છે ખેડુતો પણ ઉત્સાહપુર્વક આવી તાલીમમાં ભાગ લઈ રહ્યા છે.





