વઢવાણના રાજપર ગામે મુખ્ય રસ્તાઓ પર ફેલાયેલા ગટર, વરસાદના ગંદા પાણીનો પ્રશ્ન હલ ન થતાં રોષ ફેલાયો.
આથી બાળકોને શાળાએ, આંગણવાડી સહિતના સ્થળોએ જવામાં મુશ્કેલી પડી રહી છે.

તા.18/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આથી બાળકોને શાળાએ, આંગણવાડી સહિતના સ્થળોએ જવામાં મુશ્કેલી પડી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકના અનેક ગામડાઓ આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે વઢવાણ તાલુકાના રાજપર ગામે અંદાજે 3,000થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ ગામમાં ભૂગર્ભ ગટર હોવા છતાં ગટરના તેમજ વરસાદી પાણીના કારણે ગ્રામજનોને ચાલવું મુશ્કેલરૂપ બની ગયું છે ગામના મુખ્ય એવા 500 મીટરના રસ્તા પર જ આ સમસ્યા સર્જાતા બાળકોને તેમજ મહિલાઓને પાણી ભરવા જવું પણ જોખમરૂપ બની ગયું છે રસ્તા પર ગંદા પાણી, કાદવ કીચડના કારણે બાળકો, વૃદ્ધો પણ પડી જવાના બનાવો બની રહ્યા છે ગામની મહિલાઓએ જણાવ્યું કે, આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી આથી આ ગામમાં મચ્છરનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળાનો ભય ફેલાયો છે આથી આ ગામમાં રસ્તા પર ગંદા પાણીના કારણે થતી ગંદકીઓ દૂર કરાવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી લોકમાંગ ઊઠી હતી.




