MULISURENDRANAGAR

મુળીના સરલા ગામે ભુમાફિયા એવા કુલ -૧૮ શખ્સો સામે લેન્ડગ્રેબીંગ દાખલ

મુળી તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ અને આગેવાન રવજી પટેલ સહિતની સામે લેન્ડગ્રેબીંગ

તા.24/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મુળી તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ અને આગેવાન રવજી પટેલ સહિતની સામે લેન્ડગ્રેબીંગ

મુળીના સરલા ગામે આવેલ સરકારની સર્વે નંબર ૧૦૪ વાળી જમીન માં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ થ‌ઈ રહ્યા છે ત્યારે સરલાના જાગૃત નાગરિક એવા રાજુભાઈ જીવણભાઈ પટેલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરમાં લેન્ડગ્રેબીંગ અરજી દાખલ કરવામાં આવેલ છે ત્યારે આ ભુમાફિયાઓ મોટામાથા ઓને ખુલ્લા પાડતા રાજકીય ઓથ માટે દોડાદોડી કરી રહ્યા છે જેમાં મુળી તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ મનસુખભાઇ ઈશ્વર ભાઈ પટેલ અને રાજકીય ભાજપ આગેવાન રવજી રતિલાલ પટેલ અને સમગ્ર પટેલ સમાજના આગેવાન એવા પ્રેમજીભાઈ ગગજીભાઈ પટેલ સહિત કુલ ૧૮ સામે લેન્ડગ્રેબીંગ અરજી દાખલ કરવામાં આવી છે તમામ આગેવાનો ભાજપ સાથે જોડાયેલા હોય અને અનેક વર્ષોથી સરકારી જમીન ઉપર દબાણ કરી પાકા બાંધકામ કરી વેચવાના માસ્ટર માઈન્ડ ધરાવતાં હોય તેઓની સામે કાયદાકીય દાયરામાં કાર્યવાહી કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે ખરેખર આ સરકારની જમીન સર્વે નંબર ૧૦૪માં સરલા ગ્રામ પંચાયત દ્વારા શાળા અને દવાખાના માટે જમીન ફાળવણી માટે કલેકટરને અનેક રજુઆત કરેલ હતી અને ફાળવણી પણ કરવામાં આવી છે તેમ છતાં ભુમાફિયાઓ બેરોકટોક બાંધકામ કરી સરલા ગ્રામ પંચાયતના વિકાસમાં સતત અવરોધ ઉભો કરતાં હતા ત્યારે તેઓ માથાભારે હોય અને રાજકીય ઓથ ધરાવતા હોય અને પાણી નિકાલ માટેના વહેણ ઉપર બાંધકામ ચણતર કરી દિધેલ હોય ત્યારે વરસાદ ના પાણી સમગ્ર ગામમાં ફરી વળે છે ત્યારે આ ભુમાફિયાઓ મોટામાથા સામે લેન્ડગ્રેબીંગ અરજી દાખલ કરવામાં આવતાં ચકચાર ફેલાઈ જવા પામી છે વાસુદેવ મગન પટેલ, કૌશિક વાસુદેવ પટેલ, કાંતિલાલ રતીલાલ પટેલ, નિલેશ દિલીપભાઈ પટેલ, વિશાલ વ્રજલાલ પટેલ, શૈલેષ હસમુખ પટેલ, રવજી રતિલાલ પટેલ, પ્રેમજી ગગજી પટેલ, નારાયણ ઠાકરશી પટેલ, હરિ ઠાકરશી પટેલ, ઈશ્વર છગન પટેલ, મનસુખ ઈશ્વર પટેલ, સહિત કુલ ૧૮ શખ્સો સામે લેન્ડગ્રેબીંગ અરજી દાખલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!