GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ રેન્જ આઇ.જી સાહેબના અધ્યક્ષસ્થાને ડી. ટી. સી. હોલ ખાતે જન સંપર્ક કાર્યક્રમોનું આયોજન કરાયું.

જીલ્લા પોલીસ દ્વારા કૂલ 88 લાભાર્થીઓને કૂલ રૂ.35,54,872 ની લોનના ચેક મહેમાનો વરદ્ હસ્તે અર્પણ કર્યો.

તા.25/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જીલ્લા પોલીસ દ્વારા કૂલ 88 લાભાર્થીઓને કૂલ રૂ.35,54,872 ની લોનના ચેક મહેમાનો વરદ્ હસ્તે અર્પણ કર્યો.

સુરેન્દ્રનગર સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા તેમજ વ્યાજખોરીની અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યકિતઓ પર કાયદાની લગામ કસવાના શુભ આશયથી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સુચના અન્વયે ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર રાજયમાં ઝુંબેશ શરૂ કરવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ નાઓના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક ડૉ.ગીરીશ પંડ્યા સાહેબના ઓની રાહબરી હેઠળ તા.૨૧/૦૬/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધી Illegal Money-Lending activities ગેરકાયદેસર નાણા ધિરધાર પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ખાસ ઝુંબેશ Special Drive નું આયોજન કરવામાં આવેલ છે જે ઝુંબેશના ભાગરૂપે સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા માટે તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે લોકોમાં જાગૃતિ કેળવવા તથા વ્યાજખોરી અંગે લોકોની ફરીયાદો સાંભળી આવી પ્રવૃતિ કરતા ઇસમો સામે તાત્કાલિક પગલા લેવાના ઉદ્દેશથી આજરોજ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્રારા અશોકકુમાર યાદવ, પોલીસ મહાનીરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટના ઓના અધ્યક્ષ સ્થાને તથા ગીરીશ પંડ્યા, પોલીસ અધીક્ષક સુરેન્દ્રનગરના ઓના વડપણ હેઠળ સુરેન્દ્રનગર પોલીસ હેડકવાર્ટરના ડી.ટી.સી. હોલ ખાતે જનસંપર્ક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં સુરેન્દ્રનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના આશરે ૨૨૫ જેટલા લોકો હાજર રહેલ હતા જે કાર્યક્રમમાં નાયબ પોલીસ અધીક્ષક સુરેન્દ્રનગર, નાયબ પોલીસ અધીક્ષક લીંબડી તથા નાયબ પોલીસ અધીક્ષક ધ્રાંગધ્રા તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, અમદાવાદના ડેપ્યુટી જનરલ મેનેજર મીથીલેશ કુમાર તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, સુરેન્દ્રનગરના આસી. જનરલ મેનેજર સુભાષકુમાર તથા જીલ્લા ઉધોગ કેન્દ્ર સુરેન્દ્રનગરથી યુવરાજસિંહ ગોહીલ ખાસ હાજર રહેલ હતા આ જનસંપર્ક કાર્યક્રમમાં અશોકકુમાર યાદવ સાહેબે સામાન્ય લોકોની રજુઆતો સાંભળી હતી અને તે રજુઆત આધારે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્રારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ હતી આ ઉપરાંત આ કાર્યક્રમમાં અશોકકુમાર યાદવ સાહેબે તથા ગીરીશ પંડ્યા સાહેબે આ કાર્યક્રમમાં હાજર લોકોને ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ-૨૦૧૧ ના કાયદાની સમજ કરેલ અને સરકારની વિવિધ યોજનાઓ તથા બેંકો દ્રારા સરળતાથી આપવામાં આવતી લોનો અંગે સમજ કરેલ છે તેમજ જે લોકો આવી વ્યાજખારીની ચુંગાલમાં ફેસાયેલા હોય તેઓને વિના ડરે પોલીસનો સંપર્ક કરવા આહવાન કરેલ અને જીલ્લા પોલીસ દ્રારા આ વ્યાજખોરીની ગે.કા. પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમો વિરૂધ્ધમાં કડક હાથે પગલા લેવા ખાતરી આપેલ છે આ કાર્યક્રમમાં હાજર રહેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના મીથીલેશ કુમાર તથા સુભાષકુમાર દ્રારા બેંકો દ્રારા રોજગારી અને ધંધાર્થે આપવામાં આવતી લોન મેળવવાની પ્રક્રીયા વીશે હાજર લોકોને સમજ કરેલ હતી જીલ્લા ઉધોગ કેન્દ્ર સુરેન્દ્રનગર વતી હાજર રહેલ યુવરાજસિંહ ગોહીલ દ્રારા સરકારની વિવિધ યોજનાઓ વીશે લોકોને માહીતગાર કરી આ યોજનાનો લાભ કઇ રીતે લઇ શકાય તે અંગે માહિતી આપેલ હતી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્રારા તા.૨૧/૦૬/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધી રાખવામાં આવેલ ખાસ ઝુંબેશ અંતર્ગત સુરેન્દ્રનગરના જરૂરીયાતમંદ લોકોને આર્થિક સહાય મળી રહે તે માટે બેંક તથા નગરપાલીકાનો સંપર્ક કરી લોનમેળાનુ આયોજન કરી લોન અપાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે અન્વયે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા કૂલ ૮૮ લાભાર્થીઓને કૂલ રૂ.૩૫,૫૪,૮૭૨ ની લોન અપાવેલ છે જે લાભાર્થીઓને આજરોજ અશોકકુમાર યાદવ સાહેબ તથા ગીરીશ પંડ્યા સાહેબ તથા હાજર મહેમાનો વરદ હસ્તે ચેકો અર્પણ કરવામાં આવેલ હતા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્રારા તા.૦૧/૦૧/૨૦૨૪ થી આજદીન સુધી વ્યાજ વટાવ અંગેના કૂલ ૧૭ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને કૂલ ૬૦ આરોપીઓને પકડી જેલ હવાલે કરવામાં આવેલ છે આ ઝુંબેશ દરમ્યાન સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્રારા કૂલ ૧૧૬ જનસંપર્ક કાર્યક્રમો યોજી લોકોની રજુઆત સાંભળી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ કાર્યક્રમના અંતે અશોકકુમાર યાદવ, પોલીસ મહાનીરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તથા ગીરીશ પંડ્યા, પોલીસ અધીક્ષક સુરેન્દ્રનગરના ઓ દ્રારા તમામ નાગરીકોને નાણાધિરધાર વ્યાજખોરીને લગતી કોઇ પણ રજુઆત હોય તો નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા ડીવીઝન તથા પીઆઇ, એલ.સી.બી. નાઓનો તેમજ નજીકના પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓનો સંપર્ક કરવા ખાસ અપીલ કરેલ હતી.

Back to top button
error: Content is protected !!