
વિજાપુર ભાજપ કાર્યકર્તા ઓ દ્વારા સરદાર પટેલ બાવલા પાસેથી કારગીલ વિજય મશાલ રેલી નીકળી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય સીજે ચાવડાની અધ્યક્ષતામાં ગુરૂવાર સાંજે 6.00 કલાકે મશાલ રેલી નીકળી હતી.જે મામલતદાર કચેરી પાસે સરદાર બાવલા થી નીકળી સોસાયટી વિસ્તાર ના રાજમાર્ગો ઉપર ફરી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્યો રમણભાઈ પટેલ ,કાંતિભાઈ પટેલ,તાલુકા પ્રમુખ રાજુભાઇ પટેલ શહેર પ્રમુખ સંજયભાઈ પટેલ સહીત ભાજપના કાર્યકર્તાઓ તથા રાષ્ટ્રીય પ્રેમી નગરજનો મશાલ રેલી માં જોડાયા હતા આ રેલી હનુમાનજી ના મંદિરે પોહચી પોહચી શહીદો અમર રહો ના નારા સાથે કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું હતુ.




