ધ્રાંગધ્રામાં શહેરમાં નદીના પટમાં જન્માષ્ટમી લોકમેળાની પૂર્વ તૈયારી શરૂ

તા.27/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં નદીના પટમાં આગામી 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધીન ચાર દિવસે જન્માષ્ટમીનો લોકમેળો યોજવા જઈ રહ્યો છે જેને માણવા માટે લોકો ગુજરાત ભરમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે એવામાં આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આ વર્ષે પણ લોકમેળાના આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના માટે ધાંગધ્રા નગરપાલિકા ખાતે બેઠક મળી હતી અને લોકમેળો ભવ્યથી ભવ્ય રીતે યોજાય તે પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આગામી તારીખ 25 ઓગસ્ટ થી તારીખ 29 ઓગસ્ટ સુધી આ લોકમેળો યોજાશે જ્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ. કે. જાડેજા અધ્યક્ષતામાં ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીનો લોકમેળો યાદગાર પૂર્ણ બની રહે તે પ્રકારની ધાંગધ્રા નગરપાલિકા યુવા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ચીફ ઓફિસર મન્ટીલ કુમાર પટેલ મેળા કમિટી ચેરમેન પ્રહલાદસિંહ પઢિયાર અને નગરપાલિકાની સમગ્ર ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં લોકમેળાની વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રાના આ લોકમેળાનું આયોજન ધાંગધ્રા નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા જ કરવામાં આવતું હોય છે ત્યારે સાતમના દિવસે આ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવે છે અને ચાર દિવસ સુધી આ લોકમેળો ચાલતો હોય છે જ્યારે આ લોકો મેળામાં ગુજરાત ભરમાંથી મોટા પ્રમાણમાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે એવામાં જન્માષ્ટમી નિમિત્તે ધ્રાંગધ્રા સહિત સૌરાષ્ટ્રમાં મીની વેકેશન જેવો માહોલ સર્જાય છે સાતમ આઠમના પર્વની ઉજવણી જેના કારણે લોકો ચાર દિવસ માટે પોતાના કામ ધંધા, રોજગાર બંધ રાખીને સાતમ આઠમના પર્વની ઉજવણી કરતા હોય છે એવામાં ધ્રાંગધ્રાનો લોકમેળો પણ સાતમ આઠમના તહેવાર નિમિત્તે યોજાય છે જેના કારણે મોટા પ્રમાણમાં લોકો આ મેળામાં ઉમટી પડે છે મેળામાં પણ નગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં અવનવી રાઈડ, ખાણીપીણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, મોતના કુવા સહિતની વસ્તુઓની લોકો મજા માણતા હોય છે જ્યારે ધ્રાંગધ્રામાં યોજાતા લોકમેળાથી નગરપાલિકા વહીવટી તંત્રને પણ કરોડો રૂપિયાની આવક થતી હોય છે.




