GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કાશીમાબાદ સોસાયટીમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રસ્તા ઉપર પાણી ને લઇ નદી જેવું નજારો.!!

 

તારીખ ૦૧/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાં મોસમનો સૌથી સારો વરસાદ વરસ્યો હતો જેને લઇ ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ હતી બીજી તરફ સારા વરસાદને કારણે પાણીની આવક થતા કાલોલ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા જેમાં ત્રણ દિવસ પહેલા સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવતાં હળવાથી ભારે ઝાપટાં સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો જેને કારણે કાલોલ કાશીમાબાદ સોસાયટીના રસ્તાઓ ઉપર પાણીનો યોગ્ય નિકાલ ને વ્યવસ્થા ન હોવાથી નદી જેવું નજારો જોવા મળી રહ્યો છે જેને લઇ કાદવ કીચડથી ખદબદતા રોડ-રસ્તાઓ અને ગંદકીના પગલે હાલમા મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે તેવા સમયે પાલીકા દ્વારા યોગ્ય સાફ સફાઈ નહિ થતી હોય કાશીમાબાદ સોસાયટીના રહીશોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!