ANJARGUJARATKUTCH

અંજાર તાલુકામાં ધો.૧ અને ૨ પ્રજ્ઞાનાં શિક્ષકશ્રીઓ માટે તારીખ ૨૯ થી ૩૧ જુલાઈના રોજ તાલીમનું આયોજન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર ,તા-૦૧ ઓગસ્ટ  : સમગ્ર શિક્ષા કચેરી ભુજ માર્ગદર્શિત અને બી.આર.સી.ભવન અંજાર આયોજિત ધોરણ ૧ અને ૨ નાં નવીન અભ્યાસક્રમ સામગ્રી ઉપયોગની ત્રિ દિવસીય તાલીમ તારીખ ૨૯ થી ૩૧ જુલાઈ સુધી મોડેલ સ્કૂલ અંજાર ખાતે આયોજિત કરવામાં આવી. પ્રથમ દિવસે તાલીમની શરૂઆત પ્રાર્થના, મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય,શાબ્દિક સ્વાગત અને તેમનાં પ્રેરક ઉદબોધન સાથે કરવામાં આવી. તાલીમમાં બીજા દિવસે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એન.વાઘેલા સાહેબ,મુન્દ્રા તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ઉમેશભાઈ રૂઘાણી, જી.કે.ની. જીતેન્દ્રસિંહ પરમાર અને રવજીભાઈ મહેશ્વરી,નિલેશભાઈ ગોર,ટી.ટી.શ્રી વિષ્ણુભાઈ તેમજ બંને સંગઠનના હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. માનનીય ડી.પી.ઈ.ઓ.શ્રી બી.એન.વાઘેલા સાહેબ અને જી.કે.ની. રવજીભાઈ મહેશ્વરીએ શિક્ષકોને પ્રેરક ઉદબોધન કરી માર્ગદર્શન આપ્યું હતું. તમામ શિક્ષકશ્રીઓને તજજ્ઞશ્રીઓ દ્વારા ત્રિ દિવસીય તાલીમ દરમ્યાન પ્રથમ દિવસે પ્રશિક્ષણ હેતુ,ચર્ચાપત્ર સમજ,NCF-SCF-FS,અધ્યયન નિષ્પત્તિ ગુજરાતી અને ગણિત સમજ,જાદુઈ પીટારા અને મારો દિવસ બીજા દિવસે ગુજરાતી વિષય અંતર્ગત અધ્યયન સંપુટ પરિચય,એકમ પરિચય, પ્રગતિમાપન રજીસ્ટર, એકમોનું જૂથ કાર્ય, સપ્તરંગી શનિવાર અને રમે તેની રમત જ્યારે ત્રીજા દિવસે ગણિત વિષય અંતર્ગત અધ્યયન સંપુટ પરિચય,એકમ પરિચય,પ્રગતિમાપન રજીસ્ટર,એકમોનું જૂથ કાર્ય તેમજ શિક્ષકશ્રીઓના પ્રશ્નો અને FAQ પ્રતિભાવો લેવામાં આવ્યા.તજજ્ઞશ્રીઓ તરીકે મહેશભાઈ, ગીતાબેન,મનુભાઈ,અશોકભાઈ,રજનીભાઈ,રોશનીબેન,પંકજભાઈ, મનીષાબેન,હરિભાઈ, સુમૈયાબેન,લાલસિંહ અને ઉષાબેને ભૂમિકા નિભાવી હતી. જ્યારે વ્યવસ્થાપકો તરીકે ભાવનાબેન,માયાબેન,બાબુભાઈ,પિયુષભાઈ,વિષ્ણુભાઈ,અર્પિતભાઈ,સંજયભાઈ અને શામજીભાઈએ જહેમત ઉઠાવી હતી.આ તાલીમનું સમગ્ર આયોજન બી.આર.સી.કો.ઓ. મયુરભાઈ પટેલ અને તાલુકા પ્રાથમિક શિક્ષાધિકારીશ્રી ગોપાલભાઈ અઘેરાના માર્ગદર્શનમાં તમામ વ્યવસ્થાપક,તજજ્ઞો અને બ્લોક સ્ટાફે સંભાળ્યું હતું.

Back to top button
error: Content is protected !!