BANASKANTHAPALANPUR
મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા ટાઉનહોલ પાલનપુર ખાતે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

(માહિતી બ્યુરો,પાલનપુર)
નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરી અને રોજગાર વિનિમય કચેરી પાલનપુર બનાસકાંઠા દ્વારા નગરપાલિકા ટાઉનહોલ પાલનપુર ખાતે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી બી.કે ગઢવી, જિલ્લા રોજગાર અધિકારીશ્રી પાંડોર અને મહિલા મોરચાના પ્રમુખશ્રી જાગૃતીબેનની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અલગ અલગ ૯ નોકરી દાતાઓ દ્વારા આવેદનપત્રો સ્વીકારવામાં આવ્યા હતા. કુલ ૭ ૦૦ થી વધુ જગ્યાઓ માટે આ ભરતી મેળો યોજાયો હતો. જેમાં એક હજાર થી વધુ મહિલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના હસ્તે વ્હાલી દીકરી આદેશ, દીકરી વધામણા કીટ તેમજ રોજગારી મેળવી સ્વાવલંબી બનેલ મહિલાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.








