GUJARATKUTCHMANDAVI

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધીધામ તાલુકાના શિક્ષણ વિભાગના સિનિયર કલાર્ક બદલીથી આવેલા નવનિયુક્ત શ્રી ભાવેશભાઈ વાઘેલાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૦૬ ઓગસ્ટ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધીધામ તાલુકાના શિક્ષણ વિભાગના સિનિયર કલાર્ક બદલીથી આવેલા નવનિયુક્ત શ્રી ભાવેશભાઈ વાઘેલાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું.આ અગાઉ પણ ભાવેશભાઈ વાઘેલા ગાંધીધામ તાલુકામાં શિક્ષણ વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ નિભાવતા હતા. અને તે સમયે તેમના સરળ સ્વભાવ અને ખુબજ મહેનતુ હોવાથી તમામ શિક્ષકોને પૂરું માન – સન્માન આપી ગાંધીધામ તાલુકાના દરેક શિક્ષકોના ઓફિસના કામ ઝડપથી પૂરા કરતા શિક્ષકોના દિલમાં ખુબજ માન – સન્માન, આદરભાવ મેળવતા.આ અગાઉ ભાવેશભાઈ વાઘેલા ગાંધીધામ તાલુકામાં શિક્ષણ વિભાગના જુનિયર ક્લાર્ક તરીકે શિક્ષકોના કામો કરતા જેમાં શિક્ષકોના પ્રથમ, દ્વિતીય, તૃત્તિય ઉચ્ચતર હાયર ગ્રેડ, ઇજાફાની કામગીરી, રજા ઉધારવી, જૂથ વીમાની નોંધ તેમજ સર્વિસ બુકની તમામ કામગીરી અપડેટ સમયસર કરતા, તેમજ નિવૃત્ત શિક્ષકોના પેન્શન કેસ, રજા રોકડ બિલ, જૂથવીમા, ગ્રેજ્યુટી જેવા કામ ઝડપથી પૂરા કરી બધા શિક્ષકોના દિલમાં આદરભાવ, માન – સન્માન મેળવી પોતાની આગવી ઓળખ ઊભી કરી પ્રમોશન મળતા તેમની બદલી અંજાર તાલુકામાં થઈ હતી. પરંતુ હવે પાછા ભાવેશભાઈ ગાંધીધામ તાલુકામાં શિક્ષણ વિભાગમાં બદલી થતાં તેમના સરળ સ્વભાવના કારણે ગાંધીધામ તાલુકાના શિક્ષકોમાં ખુબજ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ભાવેશભાઈ અગાઉની જેમ શિક્ષકોના પ્રશ્નો ઝડપથી સોલ કરી સૌના દિલમાં અગાઉની જેમ માન – સન્માન મેળવી તેમની આગળની જિંદગીમાં ખુબજ પ્રગતિ કરે તેવી પ્રભુને પ્રાર્થના.આ તકે તેમનું સ્વાગત સન્માન કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગાંધીધામ તાલુકાના મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!