KUTCHMANDAVI

નેનો ફર્ટીલાઈઝર ખાતરમાં સરકારી સહાયના ધોરણે ખેડૂતો ખરીદી કરી શકશે.

ખેડૂતો નેનો ફર્ટિલાઇઝર સહાયથી મેળવવા માટે ગ્રામસેવક(ખેતી) ને સંપર્ક કરવો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી,તા-૦૯ ઓગસ્ટ : નેનો યુરિયા (પ્રવાહી)એ ભારત સરકારના ફર્ટિલાઈઝર કન્ટ્રોલ ઓર્ડર (એફ.સી.ઓ.) દ્વારા સૂચિત વિશ્વનું પ્રથમ નેનો ખાતર છે. જેના થકી, છોડને નાઇટ્રોજન કે ફોસ્ફરસ જેવાં તત્વો પ્રવાહી સ્વરૂપમાં સીધા છોડને ઉપલબ્ધ કરાવી શકાશે. નેનો ફર્ટિલાઇઝર પોષક તત્વોથી સમૃદ્ધ, જમીન, પાણી અને હવાના પ્રદૂષણને ઘટાડવામાં સમર્થ છે. તેમજ નેનો ફર્ટિલાઇઝરનો પરિવહન અને જાળવણી ખર્ચ પણ ઓછો છે. સ્પ્રેના કારણે, આ યુરિયા તેમજ ડીએપીનો સંતુલિત ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે સારું છે. નેનો ફર્ટિલાઇઝરના સંતુલિત ઉપયોગને કારણે છોડમાં રોગો અને જીવાતોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે તેમજ તેનો ઉપયોગ અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, ફૂલ અન્ય સહિત તમામ પાકોમાં ઉપયોગ કરી શકાય છે. ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી બચવા માટેની ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પણ નેનો ફર્ટિલાઇઝર દરેક તબકકે વરદાન સાબિત થશે. નેનો યુરિયા ખેડૂતોને રૂ. ૨૨૫ રૂપિયા પ્રતિ બોટલ તથા નેનો ડીએપી રૂ. ૬૦૦ પ્રતિ બોટલના ભાવે ઉપલબ્ધ થશે. જે પરંપરાગત યુરિયાની બેગ કરતાં ૧૦ ટકા તથા ડીએપી બેગ કરતાં ૫૦ ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. આથી ખેડૂતો દ્વારા ખેતી પાછળ કરવામાં આવતા ખાતર ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકાશે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા એ.જી.આર- ૨ યોજનામાં તમામ ખેડૂતોને કુલ કિંમતના ૫૦ ટકા લેખે પ્રતિ હેકટર રૂ ૭૫૦/- ની મર્યાદામાં વધુમાં વધુ ૪ હેકટર માટે રૂ. ૩૦૦૦/- ની મર્યાદામાં નેનો ફર્ટિલાઇઝરની ખરીદી પર સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જિલ્લાના ખેડૂતો નેનો ફર્ટિલાઇઝર સહાયથી મેળવવા માટે ગ્રામસેવક(ખેતી) ને સંપર્ક કરવાનો રહેશે, તથા ૮-અ, આધાર કાર્ડ રજૂ કર્યેથી મેળવી શકશે. આમ, આ યોજનામાં કચ્છ જિલ્લાના ખેડૂતોને ખરીફ ઋતુમાં ૯૭.૩૫ લાખ અને રવિ ઋતુમાં રૂ.૯૭.૩૫ લાખ એમ કુલ રૂ.૧૯૪.૭ લાખ.

 

Back to top button
error: Content is protected !!