
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૩ ઓગસ્ટ : મુન્દ્રા તાલુકામાં પીએમ પોષણ યોજના અંતર્ગત કાર્યરત ૧૩ મધ્યાહન કેન્દ્રોમાં નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે જગ્યા ખાલી પડેલ છે જેથી આ કેન્દ્રો ઉપર મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સંચાલક તરીકે નવી નિમણૂક કરવાની થાય છે.આ ૧૩ કેન્દ્રમાં લાલજીસુમાર પ્રાથમિક શાળા, સારદામંદિર પ્રાથમિક શાળા, સુખપર પ્રાથમિક શાળા, ફાચરીયા પ્રાથમિક શાળા, વાઘુરા પ્રાથમિક શાળા, ટુંડા પ્રાથમિક શાળા, પ્રાગપર-૧પ્રાથમિક શાળા , સમાઘોઘા વાડી-૧ વિસ્તાર પ્રાથમિક શાળા, મોટી તુંબડી પ્રાથમિક શાળા, કુવાઈ પ્રાથમિક શાળા,નાના કપાયા વાડી પ્રાથમિક શાળા, ઝરપરા મારવાવાડી પ્રાથમિક શાળા,નવીનાળ કેલાઈવાડી પ્રાથમિક શાળા માટે નિયત નમૂનામાં ૧૭/૦૮/૨૦૨૪ સુધી અરજીઓ મંગાવવામાં આવે છે. જે ચકાસણી કરી સરકારશ્રીના ધારાધોરણ મુજબ લાયકાતના આધારે નિમણૂક આપવામાં આવશે. શરતોને આધીન મધ્યાહન ભોજન યોજનાના સંચાલક તરીકેની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાલી કેન્દ્રોની યાદી તથા વિગતો મામલતદાર કચેરીના નોટીસ બોર્ડ પર જોઇ શકાશે તેવું મામલતદારશ્રી મુન્દ્રાની અખબારી યાદીમાં જણાવાયું છે.




