GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના ઘુસર ગામેથી ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ અને વન વિભાગ દ્વારા આંઠ ફુટ અજગર નું રેસ્ક્યુ કરાયું

તારીખ ૧૪/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ મંગળવારના કાલોલ તાલુકાના ઘુસર ગામમાં એક આઠ ફુટના અજગરે દેખો દીધો હતો. સુરક્ષાને ધ્યાને લઇ ગામના પૂર્વ સરપંચ વિરલભાઈ પટેલે વેજલપુર વનવિભાગના ફોરેસ્ટર અશોકભાઈ પરમારને જાણ કરી હતી.તેમને જીવદયા માટે કામ કરતી સંસ્થા ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટને જાણ કરી હતી.એનજીઓ માંથી અશોકભાઈ,રાજુભાઈ, આશિષભાઇ,મહેશભાઈ, હર્ષદભાઈ અને શકીલભાઈ ઘટના સ્થળે પહોંચી અજગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું અને અશોકભાઈ દ્વારા ગ્રામજનોને અજગર અને અન્ય સાપો વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ફોરેસ્ટ ઓફિસે લઇ જઈ તેની પ્રાથમિક ચકાસણી કરી તેને માનવ વસવાટથી દૂર છોડી દેવામાં આવ્યો હતો.








