GANDHIDHAMGUJARATKUTCH

ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છના ગાંધીધામ ખાતેના રમતગમત સંકુલમાં કચ્છ ફૂટબોલ ક્લબ‌ એકેડેમીમાં મુલાકાત લીધી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૧૫ ઓગસ્ટ : ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છના ગાંધીધામ ખાતેના રમતગમત સંકુલમાં કચ્છ ફૂટબોલ ક્લબ‌ એકેડેમીમાં ફૂટબોલની રમતનો અભ્યાસ કરી રહેલા બાળકો સાથે મુલાકાત કરીને તેમને પ્રેરણા પુરી પાડી હતી. મંત્રીશ્રીએ બાળકોને તંદુરસ્ત હરિફાઈથી રમીને ખેલદિલીની ભાવના જાળવવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ સતત પ્રેક્ટિસ અને મહેનતથી આગામી ઓલમ્પિકમાં દેશ માટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શકાય એવા પારંગત બનવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ ફૂટબોલની રમતમાં ભાગ લઈને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

Back to top button
error: Content is protected !!