લખતર ખાતે 78 મો સ્વાતંત્ર્ય દિવસની નિમિત્તે નિઃસ્વાર્થ બ્લડ ડોનેટ ગ્રુપ થકી સામાજિક જીવનમાં ઉમદા જનસેવાનાં સમર્પણ ભાવ માટે સલીમભાઇ ઘાંચીનું સન્માન કરાયું.

તા.18/08/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાનો રાષ્ટ્રીય પર્વ 78 મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી લખતર ખાતે કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી સંપટ ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નિઃસ્વાર્થ બ્લડ ડોનેટ ગ્રુપ થકી સામાજિક જીવનમાં ઉમદા જનસેવાનાં સમર્પણ ભાવ માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી સંપટ દ્વારા સલીમભાઇ ઘાંચી ની કામગીરીને બિરજાવી અને તેનું સન્માન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ગામ ખાતે એક મુસ્લિમ યુવાન સલીમભાઈ ઘાંચી કે જેઓ નાત જાતના ભેદભાવ વગર પોતે ગમે ત્યારે ગમે તેવા સમયે જ્યારે જ્યારે બ્લડની જરૂરિયાત જણાય ત્યારે તેઓ બ્લડ ડોનેટ કરાવી અને સમગ્ર જિલ્લામાં એ ને પોતાની એક આગવી ઓળખ બનાવી છે ત્યારે સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે ફરજિયાત સલીમભાઈ ઘાંચીને આમંત્રિત કરવામાં આવે અને તેની કામગીરીને બિરદાવી અને સન્માન પણ કરવામાં આવે એવા એક આ યુવાન સલીમ ઘાંચીને ફરીવાર જ્યારે 78 મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી લખતર ખાતે થઈ રહી હતી તેવા સમયે સલીમભાઈ ઘાંચીને સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લાનો રાષ્ટ્રીય પર્વ 78મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી લખતર ખાતે કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી સંપટ ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ શાળાના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેવા સમયે સલીમભાઈ ઘાંચીને આમંત્રિત કરી અને તેમને સારી એવી કામગીરી અને જ્યારે પ્રસુતિની બહેનો હોય જ્યારે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે કોઈ પણ જિલ્લામાંથી કપારેક સલીમભાઈ ઘાંચીને જાણકારી આપવામાં આવે કે તુરત કોઈપણ ગ્રુપનું બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરી આપે અને પોતે પણ નિયમિત બ્લડ ડોનેટ કરી અને જિલ્લામાં તેની પ્રશંસનીય કામગીરી થઈ રહી છે ત્યારે લખતર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી સંપટ દ્વારા તેની કામગીરીને બિરજાવી અને તેનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે અનેક વાર તેની કામગીરીને લઈ અને તેને સન્માન પત્રથી તેમજ સાલ ઓઢાડી અને અનેક સંસ્થાઓ દ્વારા પણ અવારનવાર તેમનું સન્માન કરવામાં આવે છે ત્યારે તેની બ્લડ ડોનેટની કામગીરીને હર કોઈ વ્યક્તિ બીરદાવે છે.



