સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળાનો પ્રારંભ
મેળો માણવા આવતા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ પોલીસ કાફલો રહેશે તૈનાત

તા.25/08/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
તા.૨૪ ઓગસ્ટથી ૨૯ ઓગસ્ટ સુધી આ મેળામાં દરરોજ રાત્રે થશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો
મેળો માણવા આવતા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ પોલીસ કાફલો રહેશે તૈનાત
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી લોકમેળાનું મહત્વ વિશેષ રહેલું છે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા વઢવાણ રેલવે સ્ટેશન નજીકનાં મેદાનમાં તેમજ મેળાનું મેદાન, સુરેન્દ્રનગર ખાતે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન તા.૨૪ ઓગસ્ટથી ૨૯ ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન સવારે ૧૦.૦૦ કલાકે વઢવાણના મહંત ૫.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય માધવેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ સુરેન્દ્રનગર ખાતે આયોજિત લોકમેળાનું ઉદ્ઘાટન સાંજે ૦૫.૦૦ કલાકે વડવાળા મંદિરનાં મહંત મુકુન્દરામદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા, સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિતના પદાધિકારીઓ આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્યથી મેળાનો પ્રારંભ કર્યા બાદ વિવિધ પ્રકારના ચકડોળ, નાના બાળકો માટેની રાઇડસ, મોતનોકુવો, ખાણીપીણી તેમજ રમકડાંના સ્ટોલ પણ ખુલ્લા મુકવામાં આવ્યા હતા ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ મેળામાં આવેલા દરેક સ્ટોરની મુલાકાત કરી હતી તેમજ સહજ ભાવે ચકડોળમાં બેસી મેળાની મજા માણી હતી આ લોકમેળામાં નવી એસઓપી મુજબ આરોગ્ય સેવા અને ફાયર સેફટી સુરક્ષાની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે મેળો માણવા આવતા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ પોલીસ કાફલો તૈનાત કરાયો છે ટાવર ઊભા કરી ગોઠવેલા વોચ કેમેરા થકી મેળાનું સતત નિરિક્ષણ કરવામાં આવશે સતત છ દિવસ સુધી દરરોજ રાત્રે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં લોક ડાયરો, મ્યુઝિકલ નાઈટ અને ગુજરાતી ગીતો સહિતના કાર્યક્રમ યોજાનાર છે.




