LIMBADISURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીના પરનાળા ગામની પ્રસુતાની સફળ પ્રસુતિ કરાવતી આરોગ્ય વિભાગની ટીમ

તા.29/08/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતીમાં જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક રહ્યું હતું ત્યારે વરસાદી માહોલ વચ્ચે પરનાળા ગામની મહિલાની સફળ પ્રસુતિ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના પરનાળા ગામના જહલબેન પરમારને અચાનક સમય કરતા વહેલા પ્રસવ પીડા થતા પરનાળાના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવવામાં આવ્યા હતા આરોગ્યકર્મી રેશ્માબેન અને ગાયત્રીબા સહિતના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવવામાં આવી હતી ૨.૬ કિગ્રા વજન સાથે જન્મેલ નવજાત શિશુ અને માતા હાલ સંપૂર્ણપણે તંદુરસ્ત છે.

Back to top button
error: Content is protected !!