GUJARATJASDALRAJKOT CITY / TALUKO

Jaadan: જસદણના સરધાર બસસ્ટેશન રોડ પર સમારકામ તાત્કાલિક ધોરણે શરૂ:

તા.૨/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

રોડને પૂર્વવત કરવા સી.સી.બ્લોક પાથરવાનું કામ પ્રગતિ હેઠળ

Rajkot, Jasdan: જસદણ તાલુકાના સરધાર ગામમાં મુખ્યમાર્ગ પર બસસ્ટેશન પાસે ભારે વરસાદને કારણે અસર પામેલા રોડના સમારકામ ચાલુ છે, ત્યારે કામચલાઉ ધોરણે વાહન વ્યવહાર યથાવત્ રહે તે માટે આ રોડ પાસેથી ડાયવર્ઝન આપવામાં આવેલ છે. રાજકોટ જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે વોંકળા પરનો આ રસ્તો ધોવાઈ ગયો હતો.

હાલ વરસાદ અટકી જતાં મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી આર.એન્ડ.બી. સબ ડિવિઝન, રાજકોટ દ્વારા આ રોડ પર વાહન વ્યવહાર પુનઃ ચાલુ થઈ જાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!