GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ગોધરા LCB પોલીસે ધનોલ ગામના રહેણાક મકાનમાંથી રૂપિયા એક લાખ ઉપરાંત નો વિદેશી દારૂ કબજે કર્યો

તારીખ ૧૦/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
એલસીબી પોલીસ સ્ટાફ વેજલપુર તરફના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે વેજલપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર એવા ગોધરા તાલુકાના ધનોલ ગામના રાહુલભાઈ રંગીતભાઈ પરમાર તેના પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ માટે સંતાડી રાખેલ છે જે આધારે ગોધરા એલસીબી પોલીસે રેડ કરતા મકાનમાંથી વિદેશી દારૂના મોટીમાત્રામાં કવાટરીયા મળી આવ્યા હતાં જેની ગણતરી કરતા ૭૯૧ બોટલ જેની કિંમત રૂપિયા ૧,૧૪,૮૨૫/ નો મુદ્દામાલ કબજે કરી પ્રતિબંધીત વિસ્તારમા વિદેશી દારૂનો જથ્થો રાખવા બદલ પ્રોહી એક્ટ મુજબ હાજર મળી ન આવનાર રાહુલભાઈ રંગીતભાઈ પરમાર સામે ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે.







