
વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૧૨ સપ્ટેમ્બર : બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના દીકરીના જન્મને વધાવવા અને તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. આ અભિયાન દીકરીના જન્મ, દેખરેખ અને કોઈ પણ પ્રકારના જાતિગત ભેદભાવ વિના તેના શિક્ષણને સુનિશ્ચિત કરે છે. આ અભિયાનના ભાગ રૂપે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ – કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ માટે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સાંસદશ્રી વિનોદભાઈએ દીકરીઓને એજ્યુકેશન કીટ આપી અને દરેક દીકરી ઉચ્ચ અભ્યાસ કરી પ્રતિષ્ઠા મેળવે તેવી શુભેચ્છાઓ આપી હતી. સરકારશ્રીના આ અભિયાન તેમજ સિગ્નેચર ડ્રાઈવ કેમ્પેઈન બેનરમાં હસ્તક્ષર કરીને દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી. આ સિગ્નેચર ડ્રાઈવ કેમ્પેઈનમાં મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખશ્રી કમળાબેન વ્યાસ, CWCના ચેરમેનશ્રી રીટાબેન અધ્યારૂ, મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલિકાશ્રી ઇલાબેન ભટ્ટ સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા. આ પ્રસંગે મહિલા કલ્યાણ કેન્દ્રના ટ્રસ્ટી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.







