
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૨ સપ્ટેમ્બર : કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરની તા.૧૨-૦૮-૨૦૨૪ની અધિસુચના ક્રમાંક: જીએચકેએચ/૧૦૮/૨૦૨૪/ACD/AMR/e-file/2/2023/3014/KH. થી હાઉસીંગ કો-ઓપરેટીવ સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો-ઓપરેટીવ સોસાયટીઓનું તા.૩૧/૦૩/૨૦૨૪ના સમયગાળા સુધીનું ઓડીટ રજિસ્ટ્રારશ્રીની પેનલ પરના ઓડીટર દ્વારા કરી શકાય તેવી મંજુરી આપવામાં આવેલી છે. જેથી મંડળીની નિયામક મંડળની બેઠકમાં રજિસ્ટ્રારશ્રીની પેનલ (https://rcs.gujarat.gov.in) પરના કચ્છ જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારના પેનલ ઓડીટરની ઠરાવથી નિમણુંક કરી તે અંગેની કચેરીમાં જાણ કરવી. ઉપરાંત તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીની સમય મર્યાદામાં ઓડીટ પૂર્ણ થાય તે બાબતેની જરૂરી કાર્યવાહી કરવા લાગુ પડતી તમામ હાઉસીંગ કો- ઓપરેટીવ સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારોએ નોંધ લેવી. ઓડીટ પૂર્ણ થયેથી ઓડીટ અહેવાલ સંબંધિત કચેરીઓમાં રજુ થાય તે સંબંધિત કાર્યવાહી કરવા સોસાયટીના નિયામક મંડળને મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ) ભુજ – કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.



