GUJARATKUTCHMANDAVI

કચ્છમાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ કાર્યરત જિલ્લાના તમામ તાલુકાના અસરગ્રસ્ત માર્ગો પર તેજ ગતિએ ડામર પેચવર્કની કરાતી કામગીરી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૩ સપ્ટેમ્બર : થોડા સમય પૂર્વે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયા હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં છેલ્લા થોડાં દિવસો પૂર્વે થયેલા વરસાદથી અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામતની કામગીરી ચાલી રહી છે ત્યારે હાલ ઠેર ઠેર ડામર, પેચવર્ક અને રીસર્ફેસીંગ સહિતની કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લા માર્ગ અને મકાન રાજ્ય તથા પંચાયત દ્વારા મરામતની જરૂરિયાત ધરાવતા રસ્તા પર ડામર પેચવર્ક તથા રીસર્ફેસીંગ કરીને વાહનચાલકો માટે રસ્તાઓ પૂર્વવત કરવામાં આવી રહ્યા છે. હાલ કચ્છના કોટડા-બિટ્ટા રોડ, અંજાર રીંગ રોડ તથા પ્રાગપર મુંદરા પોર્ટ રસ્તાઓ ઉપર યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!