
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા- ૧૪ સપ્ટેમ્બર : કોડાય પોલીસ સ્ટેશન વિસ્તાર ના બિદડા આઉટ પોસ્ટ ના જમાદાર શ્રી મૂળરાજભાઈ ગઢવી ની એલસીબી ભૂજ મધ્યે । નિમણુક થતાં તેઓની વિદાય સમારંભ બિદડા પોલિસ સ્ટેશન પર આયોજન રાખવામા આવ્યું હતું.તે સમસ્ત આયોજન શિવસેના માંડવી દ્વારા કરવા માં આવ્યો હતો, અને આભાર વિધિ પ્રવીણભાઈ પટેલ અને નારણભાઇ ગઢવી દ્વારા કરવામાં આવી હતી,શિવસેના માંડવી દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.માંડવી તાલુકાના બિદડા ગામના શિવસેનાના પ્રમુખ અમિતભાઈ સંગાર ઉપપ્રમુખ કિશનભાઇ સંઘાર દ્વારા બિદડા પોલીસ સ્ટેશન ખાતે જમાદાર મૂળરાજભાઈ ગઢવી નું ભુજ એલસીબીમાં પોસ્ટીગ મળતા તેમનું ભવ્યમાન સમારંભ યોજાયો હતો તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું તેમાં કોડાય પોલીસ સ્ટેશનના પીઆઇ વાઘેલા સાહેબ સાથે પોલીસ સ્ટાફ નાં કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આજુબાજુના ગામના અગ્રણીઓ તથા બિદડા ગામના સરપંચ જયાબેન,ઉપર સરપંચ ગીરીશભાઈ રાજગોર,જિલ્લા પંચાયત સદસ્ય,તાલુકા પંચાયત સદસ્ય.ખીમરાજભાઈ ગઢવી,તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ સંઘાર, વિરમભાઇ ગઢવી,વાઘજીભાઇ સંગાર, પ્રવિણભાઇ પટેલ,બિદડા માજી સરપંચ.રાજેશભાઈ સંઘાર,આમદભાઈ બર્યા, મનજીભાઈ બુચીયા.તેમજ બિદડા ગામના સાથે આજુબાજુના ગામના સર્વે સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા, કોડાય પોલીસ સ્ટેશન નાં પીઆઈ વાઘેલા સાહેબ એ જમાદાર મુળરાજભાઈ ની સેવાની વાત કરતા કહ્યું હતું કે એમના માટે ફરજ પ્રથમ હતી પરિવાર કરતાં ફરજ ને વધુ મહત્વ આપતા હતા.જાડેજા સમાજના અગ્રણી અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર સાથે પરિવાર બનીને સાથ આપે છે અને હમણાં થોડા દિવસ પહેલા પોલીસ પ્રજાનો મિત્ર બની ને ખડે પગે સેવા માં ઉભા હતા.તેવું અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું.ભાજપના તાલુકા પ્રમુખ સુરેશભાઈ સંઘાર અને ગઢવી સમાજના અગ્રણી નારણભાઈ પ્રવચન આપતાં ભાવુક બની ગયા હતા.બિદડા આઉટ પોસ્ટ માં નવાં જમાદાર તરીકે હરિભાઈ ગઢવીએ ચાર્જ સંભાળતા એમને ગામ તેમજ આસપાસના વિસ્તારના લોકો વતી સન્માન કરીને આવકાર્યા હતા.આ કાર્યક્રમ ની આભાર વ્યક્ત નારાણભાઈ ગઢવી એ કર્યું હતું.

















