HALOLPANCHMAHAL

હાલોલની વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે વિશ્વ હિન્દી દિવસ અને બાળ વિજ્ઞાન પ્રદશનની ઉજવણી કરાઈ 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૪.૯.૨૦૨૪

વિશ્વ હિન્દી દિવસ અને બાળ વિજ્ઞાન પ્રદશન ની ઉજવણી આજ-રોજ હાલોલ ની ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-1 થી 8 માં વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધો-6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી ભાષા નું મહત્વ અંગે વક્તવ્ય અને નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે શાળા ના હિન્દી વિષય ના શિક્ષક અરુણભાઈ પટેલ,પારુલબેન પટેલ,માયાબેન શાહ તેમજ રંજનબેન દરજી દ્વારા હિન્દી સાહિત્ય નો પ્રભાવ અને મહિમા સાથે હિન્દી સાહિત્ય કાવ્ય-પઠન નું આયોજન કરવામાં આવ્યું હતું આમ આજ-રોજ શાળામાં હિન્દી દિવસ સાથે બાળ-વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધો-6 થી 8 ના બાળકો દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય ના અલગ-અલગ કુલ-46 કૃતિ(પ્રોજેક્ટ) બનાવી પોતાની બાળ-પ્રતિભા લોક સમક્ષ મુકવામાં આવી જેમાં બાળ-વિજ્ઞાન પ્રદર્શન કેમ? શા માટે? તેનો હેતુ? અને તેના ફાયદા? આ અંગે ની માહિતી શાળા ના ગણિત/વિજ્ઞાન ના શિક્ષક શ્રી સંજયભાઈ વરિયા દ્વારા બાળકો સમક્ષ મુકવામાં આવી અને બાળ-વિજ્ઞાન પ્રદર્શન ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આંમ આજ ના આ સંપૂર્ણ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન શાળા મંડળ સેક્રેટરી સમીરભાઈ શાહ અને હાલોલ તાલુકા ભૂતપૂર્વ TPO તેમજ હાલ મોટી ઉમરવણ પ્રાથમિક શાળા ના આચાર્ય આકાશભાઈ પટેલે પોતાની હાજરી નોંધાવી અને બાળકો ની આ પ્રતિભા ને આગળ વિકસાવવા બાળ-વિજ્ઞાન પ્રદર્શન નો નિર્ણાયક તરીકે નો કાર્યભાર સંભાળ્યો આમ કાર્યક્રમ ના અંતે શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ દ્વારા ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથે ઉપસ્થિત મહેમાન નો આભાર માની કાર્યક્રમ ને પૂર્ણાહુતિ આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!