
વાત્સલ્યમ સમાચાર- મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલ નિવેદનના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.જોકે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન માટે જે મંજૂરી માંગેલ હતી તે સ્થળે ધરણા વિરોધ પ્રદર્શન ન કરીને અન્ય સ્થળ પર ધરણા પ્રદર્શન કરી ગુનો આચાર્યો છે.તેવા આક્ષેપ સાથે ડાંગ ઇન્ડિયન યુથ કોંગ્રેસનાં મંત્રી મનીષભાઈ મારકણા દ્વારા કલેકટર,રેન્જ આઇ.જી.પી,પોલીસ અધિક્ષક, એસ. ડી.એમ,સહીત મામલતદારને સંબોધતુ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.ડાંગ જિલ્લા ભાજપ પક્ષ દ્વારા ધરણા પ્રદર્શનનાં કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.જેમાં તેઓએ આહવાનાં મુખ્ય રોડ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અથવા ગાંધીબાગનાં સ્થળ પર વિરોધ ધરણા પ્રદર્શન માટે અમુક ચોક્કસ સમય મર્યાદા માટે ધરણા પ્રદર્શનની માંગણી તંત્ર પાસે કરી હતી. જે બદલ તેઓનાં અરજદારને પરવાનગી પણ આપવામાં આવી હતી.પરંતુ એ અરજદાર તેમજ ભાજપ પક્ષના નેતાઓ અને હોદ્દેદારોએ પરવાનગી મળેલ સ્થળ પર ધરણા પ્રદર્શન ન કરીને અન્ય સ્થળ પર ધરણા પ્રદર્શન કર્યું હતુ.જે અંગેની નોંધ ઇન્ડિયન કોંગ્રેસ યુથનાં કાર્યકર્તાઓએ લીધી હતી.ત્યારે ઇન્ડિયન કોંગ્રેસ યુથનાં મંત્રી મનીષ મારકણા દ્વારા ડાંગ જિલ્લા કલેકટર, રેન્જ આઈ.જી, પોલીસ અધિક્ષક,આહવા SDM, મામલતદાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સંબોધતુ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.ત્યારે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,હાલ ગુજરાત રાજ્યમાં તાજેતરમાં દાહોદ ખાતે થયેલ શિક્ષણ જગતને શર્મશાર કરતી દુઃખદ ઘટના બાબતે મૌન સેવી કથિત અમેરિકામાં વક્તવ્ય બાબતે ધરણા-વિરોધ પ્રદર્શન કરતી ડાંગ ભાજપ પાર્ટી અને તેના કાર્યકરોએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો છે. કારણ કે મોતનો મલાજો પાળવાની જગ્યાએ તેઓએ મંજૂરી માંગેલ સ્થળે ધરણા-વિરોધ પ્રદર્શન ન કરતા એક અન્ય શૈક્ષણિક સંકુલ ગીતાંજલી વિદ્યામંદિર મિશનપાડા આહવા ખાતે જઈ સ્કૂલના ઓટલા પર ધરણા-વિરોધ પ્રદર્શન કરેલ છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.ચાલુ શાળાના સમયે શૈક્ષણિક સંકુલમાં જઈ નારાબાજી સૂત્રોચાર ધરણા-વિરોધ પ્રદર્શન કરી શૈક્ષણિક માહોલ ડહોળેલ છે.અને શિક્ષણ જગતને લાંછન લગાવવાનું કૃત્ય કરેલ છે.એવુ જણાઈ આવેલ છે.તેમજ વધુમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે,સંવિધાનનિક હક દ્વારા ધરણા-વિરોધની પરવાનગી મેળવી હતી. પરંતુ એજ સંવિધાનિક હક અનુસાર પરવાનગી મેળવેલ જગ્યાએ ધરણા-વિરોધ પ્રદર્શન ન કરતા અન્ય સ્થળે ધરણા-વિરોધ પ્રદર્શન પરવાનગી વગર ગેરકાયદેસર રીતે કરવા બદલ જવાબદાર તમામ વિરુદ્ધ ફોજદારી ગુન્હો દાખલ કરી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે..





