કાલોલ ભાગ્યોદય-ચામુંડા સોસાયટીમાં પરંપરાગત રીતે નવરાત્રીના ગરબાનું હર્ષોલ્લાસ સાથે આયોજન કરાયું

તારીખ ૧૦/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર ભારત (વિશ્વમાં) માં અત્યારે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે.વિશ્વમાં એટલે લખ્યું કારણ કે હમણાં જ જાપાન માં પણ નવરાત્રી ઉજવાઈ રહી છે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા હતા તેવો વિડિયો ખુબ વાઇરલ થયો હતો.ગુજરાત માં આ તહેવાર નું ખુબ જ મહત્વ છે. નવરાત્રી એ શ્રદ્ધા, આરાધના ની સાથે મનોરંજન નો પણ તહેવાર છે એટલે આપણી બહેનો, માતાઓ,દીકરીઓને ગરબા રમવાનો ખુબ જ શોખ હોય તે સ્વાભાવિક છે.આવા સમયે અમુક હૃદય હચમચાવી મુકે તેવી ઘટનાઓ સામે આવે છે ત્યારે આપણને આપણાં બાળકો ની ચિંતા થાય તે સ્વાભાવિક છે તેથી આપણે શેરી ગરબા ને હંમેશા પ્રોત્સાહન / પ્રાધાન્ય આપવું જ જોઈએ.દર ત્રણ કે ચાર સોસાયટી દીઠ એક સામૂહિક નવરાત્રી નું આયોજન કરવું જ જોઈએ એટલે આપણી નજર સમક્ષ આપણાં જ લોકો ની વચ્ચે તહેવાર ઉજવાય અને શ્રદ્ધા – અંધશ્રદ્ધા ની વાત બાજુ પર મૂકીએ તો નવરાત્રી એક મનોરંજન નો તહેવાર છે જ અને વર્ષ માં એક જ વાર આવે છે એટલે આપણે આપણાં બાળકો ને મનાઈ કરતા મન કચવાય જ ત્યારે આવા શેરી ગરબા આપણી દરેક ચિંતા નું નિરાકરણ છે.તેમજ શેરી ગરબા થી સંપ અને સંગઠન મજબૂત બને છે તેમાં કોઈ શંકા સ્થાન નથી જે ભાગ્યોદય અને ચામુંડા સોસાયટી કાલોલ પંચમહાલ ના રહીશો માઁ ખોડીયાર અને ચામુંડા મંદિર ના આંગણે સતત ૨૮ મુ વર્ષ ગરબા મહોત્સવ ઉજવી રહ્યા છીએ.આ ગરબા એટલે તમામ રહીશો ના સહયોગ, સંપ અને એકતા નું પ્રતીક છે.તેવું સ્થાનિક સોસાયટીના જાગૃત નાગરિકો દ્વારા જણાવ્યું હતું.








