કાલોલ હાઉસિંગ સોસાયટીમા ગરબા રમવા આવનાર મુસ્લીમ યુવક સામે નોંધાઈ ફરિયાદ

તારીખ ૧૧/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુરુવારે રાત્રિના કાલોલ ની હાઉસિંગ સોસાયટીમાં ગરબામાં એક યુવક શંકાસ્પદ રીતે જણાતા તેની તપાસ કરતા તેનું નામ અદનાન ગુલામ મહમ્મદ કુરેસી ઉ .૨૧ રે.બોરું ટર્નિંગ કાલોલ નો હોવાનું જાણવા મળેલ હાલમાં નવરાત્રી દરમિયાન મહિલાઓ સામેના ગુના વધી રહ્યા છે ત્યારે પોલીસ વિભાગની “શી “ટીમ દ્વારા પણ મહિલાઓની સુરક્ષા અંગે સધન વ્યવસ્થા કરવામાં આવી છે તેવા સમયે સ્થાનિક યુવક મંડળના હાથે કાલોલ ના ગરબા માં મુસ્લિમ યુવક ઝડપાઈ જતા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછ માં જાણવા મળેલ કે બોરુ ટર્નિંગ વિસ્તારના પાંચ હિન્દુ યુવકો સાથે આ યુવક ગરબા રમવા આવ્યો હતો.કાલોલ પોલીસ મથકે અંકુરકુમાર ઉપાધ્યાય દ્વારા આ યુવક સામે લેખિત ફરિયાદ આપતા પોલીસે બીએનએસ ની કલમ ૧૨૬,૧૭૦ મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.







