GUJARATKUTCHMANDAVI

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીધામ ખાતે ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી તેમજ ટોક શોનું આયોજન કરાયું

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આયોજીત કાર્યક્રમમાં વિવિધ લોન સહાય, પ્રોત્સાહન સ્કીમ તથા નવા વ્યવસાયિક અવસરો અંગે માર્ગદર્શન અપાયું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા-૧૭ ઓક્ટોબર  : વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી તેમજ ટોક શોનું આયોજન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બરના કમિટી મેમ્બર શ્રી કૈલાશ ગોરે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં રોકાણ તેમજ રોજગારીનું સર્જન થયેલું છે. ખરેખર સાચા અર્થમાં વિકાસ સપ્તાહની ઉજવણી કચ્છને લાગુ પડે છે. આ પ્રસંગે ઉદ્યોગકારો દ્વારા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. નવા ઉદ્યોગો આવે તથા રોજગારીનું સર્જન થાય તે હેતુ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એસ.બી.આઇ. બેંક, તેમજ RSETI કચેરી દ્વારા વિવિધ લોન સહાય, પ્રોત્સાહન સ્કીમ, નવા વ્યવસાયિક અવસરોની ચર્ચા માટે ઉદ્યોગકારો તેમજ તોલાણી કોલેજ,આદીપુરના વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં જિલ્લાના સફળ ઉદ્યોગકાર શ્રી જતીન મોદી, સંકેત ઇકો એનર્જી, અજાપર દ્વારા પોતાના ઉદ્યોગની સફળતાની વાત પ્રસ્તૃત કરી સરકારશ્રીની યોજનાના લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ શ્રી વાય. એચ. વાસવાણી દ્વારા ગુજરાત સરકારની ઉદ્યોગ વિભાગની સહાય તેમજ સ્વરોજગાર યોજનાની માહિતી આપવામાં આવી હતી. શ્રી મિલાપ વૈષ્ણવ, RSETI દ્વારા સ્વરોજગારીની તાલીમ તેમજ ઉદ્યોગના મેનેજમેન્ટ અંગેની જાણકારી આપવામાં આવી હતી. એસ.બી.આઇ. બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર એન્ડ રિજીયોનલ હેડ શ્રી મુકેશ કુમાર દ્વારા બેંક તરફથી આપવામાં આવતી વિવિધ લોનની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચેમ્બરના કમિટી મેમ્બર જગદીશ નાહટા, કમલેશ પરીયાણી, રાકેશ જૈન, ખજાનચીશ્રી નરેન્દ્ર રામાણી, નરપતસિંહ ચૂડાસમા, પરેશભાઇ તથા એસોસિએશનના સભ્યો તેમજ તોલાણી કોલેજના પ્રોફેસર ડો. તેજસ પુજારા અને તોલાણી કોલેજના વિધાર્થીઓ તથા ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!