
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૨૦ ઓક્ટોબર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ નવ સંવર્ગોના પદાધિકારીઓની મહત્વની રાજ્ય કારોબારી બેઠક તથા સાધારણ સભા બાકરોલ, આણંદ ખાતે ૨૦મી ઓક્ટોબરના રોજ સવારે નવ વાગ્યાથી થી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે.સમગ્ર ગુજરાતમાં થયેલ સદસ્યતા અભિયાનનું વૃત્ત નિવેદન તથા સંગઠનાત્મક ગતિવિધિઓ , રચનાત્મક કાર્યક્રમો, મારી શાળા મારું તીર્થ, પ્રાચાર્ય સંવાદ જેવા આગામી સમયના કાર્યક્રમ સહિત *સંગઠન દ્વારા વર્ષભરના થયેલ અનેક કાર્યક્રમોની માહિતી સહિતની અન્ય બાબતો* અંગે જાણકારી આપવામાં આવશે શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે દરેક જીલ્લામાંથી દરેક સંવર્ગોના પદાધિકારીઓ રાજ્ય કારોબારી સમક્ષ રજુઆત કરશે. ખાસ કરીને સરકારી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના બદલી કેમ્પ યોજવા, બદલી થયેલા શિક્ષકોને છુટા કરવા, વાહન ભથ્થું આપવા, એન.પી.એસ. વાળા કર્મચારીઓને 300 રજાના રોકડ રૂપાંતર નો લાભ, 2005 પહેલાંના શિક્ષકોને કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજના અમલમાં લાવવા માટેનો ઠરાવ ઝડપથી બહાર પાડવા, 2005 પછી નોકરી લાગ્યા છે એ તમામ કર્મચારીઓ માટે આગામી સમયમાં ઓલ્ડ પેન્શન યોજના માટેની રણનીતિ, ફિક્સ પગાર સમયની પાંચ વર્ષની નોકરીનો ગાળો નિવૃત્તિ વખતે ગ્રેજ્યુટી માટે ગણવો, 25 લાખનો કેશલેસ મેડીક્લેમ, કોન્ટ્રાક્ટ તથા ફિક્સ પગારની યોજના બંધ કરવી, એન.પી.એસ. વાળા કર્મચારીઓના ઝડપથી ખાતા ખોલવા, ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને આર.ટી.ઈ. ના નિયમો લાગુ કરવા ફાજલનું કાયમી રક્ષણ આપવું તથા 4200 ગ્રેડ પે આપવો, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઓનલાઈન કામગીરી નું અતિશય ભારણ તથા આચાર્ય સંવર્ગને પડતી મુશ્કેલીઓ, દરેક શાળાઓમાં મહેકમ અનુસાર સો ટકા કાયમી ભરતી, 50% મોંઘવારી થઈ ગઈ હોવાથી પગારમાં મર્જ કરવા તને અનુરૂપ ઘરભાડું આપવા તથા કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે એ મુજબ ૩% મોંઘવારી ભથ્થાને દીવાળી પહેલા જાહેર કરવા, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંજુના શિક્ષકની ભરતીમાં બહાર પાડેલ નવા નિયમોની સમીક્ષા, ક્લાર્ક તથા પટાવાળાની ભરતી તથા અન્ય બાબતો પર વિચાર વિમર્શ કરવામાં આવશે. પ્રાથમિક શાળાઓમાં કામ કરતા અને લાયકાત ધરાવતા શિક્ષકો ને પણ અન્ય પરિક્ષાઓમાં બેસવા માટે છુટ આપવા જેવી અનેક બાબતો અંગે કારોબારી બેઠક માં રજુ થયેલ બાબતો અંગે ઠરાવ કરી શિક્ષણ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી ને રજૂઆત કરવામાં આવશે *છેલ્લા કેટલાક વર્ષોથી સંગઠન દ્વારા થયેલા અનેક પ્રયત્નો થી ઉકેલવામાં આવેલા પ્રશ્નો ના કારણે* ગુજરાત માં સંગઠન ને મળેલા પ્રતિસાદ ના કારણે આ વર્ષે સંગઠન માં સદસ્યતા નો મોટો વધારો થશે એ નિશ્ચિત જણાઈ રહ્યો છે. ગુજરાત પ્રાંત કારોબારી બેઠકમાં પ્રાંતના પદાધિકારીઓ માર્ગદર્શન આપશે, જેમા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના તમામ સંવર્ગના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી કચ્છના શિક્ષણ જગતના તેમજ શિક્ષકોના પ્રશ્નોને વાચા આપશે, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવાયેલ હતુ.







