KALOL(Panchamahal)PANCHMAHAL
પુષ્ટિ પદ પદયાત્રા સફળતાપુર્વક નાથદ્વારા પહોંચી.વૈષ્ણવાચાર્ય ની હાજરીમાં ધજા ચડાવી.

તારીખ ૧૮/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ થી છ નવેમ્બરના રોજ પુ.પા.ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર દ્વારા પ્રસ્થાન કરાવેલી પુષ્ટિ પથ પદયાત્રા હેમખેમ પૂર્વક શ્રીનાથજી ખાતે પહોંચી હતી. જ્યા તમામ પદયાત્રીઓનુ પુ.પા.ગૌ ૧૦૮ શ્રી રવિકુમાર અને વહુજી મહારાજ દ્વારા ઉપારણા ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.પદયાત્રીઓએ આ પ્રસંગે યાત્રા દરમિયાન ના પોતાના અનુભવો વર્ણવ્યા હતા. મહારાજશ્રી વચનામૃત નો લાભ વૈષ્ણવોએ લીધો હતો. આજ રોજ શ્રીનાથજી મંદિરમાં મહારાજશ્રી ની અધ્યક્ષતા હેઠળ ધજા ચડાવી હતી.








