ANJARGUJARATKUTCH

અંજાર ખાતે ૨૯મીના જિલ્લા કક્ષાનો ભુલકાં મેળો યોજાશે 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૨૫ નવેમ્બર : મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણને સઘન બનાવવા અને આંગણવાડી કેન્દ્રમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ અને બાલવાટિકા માટેની તેઓ સજ્જતા કેળવી શાળામાં પ્રવેશ મેળવે તે માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ના સંદર્ભે પા પા પગલી પ્રોજેકટનો અમલી છે. જે અંતર્ગત સમાજમાં બાળકના જીવનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને જાગૃતિ કેળવવા માટે જિલ્લા કક્ષાએ ભુલકા મેળો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાકક્ષાનો કાર્યક્રમ તા.૨૯-૧૧-૨૦૨૪ના શુક્રવારના સવારે ૧૦.૦૦ કલાકથી ૧૪.૦૦ કલાક સુધી ટાઉનહોલ, અંજાર મુકામે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં આઇસીડીએસ વિભાગના પ્રિ-સ્કુલ ઇન્સ્ટ્રકટર, મુખ્ય સેવિકા બહેનો અને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટીએલએમના પ્રદર્શનનું આયોજન કરવામાં આવનાર છે. તેમ આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસરશ્રી ડી.ડી.પંડ્યાની અખબારીયાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!