GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પાદરા તાલુકાની વિધવા મહિલાના ચારિત્ર પર શંકા કરી બદનામ કરતા પાડોશીઓને અભયમ ટીમે સમજાવી

 

તારીખ ૦૯/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

વડોદરા જિલ્લા ના પાદરા તાલુકા માંથી એક મહિલા નો ૧૮૧ અભયમ મહિલાહેલ્પ પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના પાડોશી મહિલાઓ રોજ મને જોઇને મહેણાં ટોણાં મારે છે. અને મારા ચારિત્ર્યને લઈ ને ફળિયામાં ખોટી ટિપ્પણીઓ કરે છે.ઘણીવાર સમજાવ્યા છે છતાં પણ તેઓ સમજતા નથી અને રોજ ઝઘડા કરે છે ત્યારે બાદ પાદરા અભયમ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષોનું કાઉન્સિલિંગ કરી સમજાવી સમાધાન કરાવ્યું હતું મળતી માહિતી અનુસાર પીડિત મહિલાના જણાવ્યા મુજબ તેમના પતિના અવસાન થયા ૧૬ વર્ષ થયા છે અને તેમના ત્રણ બાળકો છે તેઓ એકલા તેમને ભરણપોષણ કરે છે અને મજૂરી કરવા બહાર જાય છે છેલ્લા ત્રણ મહિનાથી ફળિયા ના બધા તેમની ખોટી વાતો કરે છે અન્ય પુરુષો સાથે ફરવા માટે જાય છે બોલીને મારી આબરૂ ખરાબ કરે છે અમારા ઘરે કોઈપણ મહેમાન આવે ત્યારે અહીંથી અવરજવર કરવો નહીં મજુરી જવાનો મારો તેજ રસ્તો છે આવું ત્યારે શબ્દ બોલી ઝઘડા કરે છે ઘણીવાર શાંતિપૂર્વક સમજાવ્યા પરંતુ સમજતા નથી માટે મેં અભયમ ની મદદ લીધી. આટલું સાંભળ્યા બાદ સામાં પક્ષીનું કાઉન્સિલિંગ કર્યું અને કાયદાકીય માહિતી આપી સલહા સૂચના આપ્યા સામાવાળા પક્ષે પોતા ની ભુલ સ્વીકારી ફરીવાર ઝઘડા ના તેમજ કોઈ પણ રીતે હેરાનગતિ ના કરે તેની બાહેધરી આપતા લખાણ લઈ સમાધાન કરાવ્યુ હતું.

Back to top button
error: Content is protected !!