ANJARGUJARATKUTCH

અંજાર ખાતે જિલ્લા આર્યુવેદ શાખા કચ્છ દ્વારા આયુષ મેળો યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -અંજાર કચ્છ

અંજાર,તા-૦૯ ડિસેમ્બર : કચ્છ અંજાર ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા કચ્છ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ- ભુજના સંયુક્ત ઉપક્રમે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંતશ્રી ત્રિકમદાસજી, જિલ્લા પંચાયત ભુજ બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી મ્યાજરભાઈ છાંગા, અંજાર નગર પાલિકા પ્રમુખશ્રી વૈભવભાઈ કોડરાણી, અંજાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુરાભાઈ છાંગા તેમજ પદાધિકારીશ્રીઓએ દીપ પ્રાગટ્ય કરીને આયુષ મેળાનો શુભારંભ કરાવ્યો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. પવન મકરાણી એ શાબ્દિક સ્વાગત કરી આયુષ મેળામાં થનારી પ્રવૃત્તિ તેમજ આયુર્વેદ દિવસને અનુલક્ષીને પ્રાસંગિક ઉદબોદ્ધન કર્યું હતું. ઈન્ચાર્જ વૈદ્ય પંચકર્મશ્રી દ્વારા ભુજ આયુર્વેદ હોસ્પિટલમાં થતી વિવિધ સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનુભાવોએ પણ આયુષનો લાભ લઈને આરોગ્યપ્રદ રહેવા સૌ નાગરિકોને અપીલ કરી હતી.આ આયુષ મેળામાં વિવિધ પ્રવૃત્તિ જેવી કે, આયુર્વેદ પોષણયુક્ત આહાર, આયુર્વેદ – હોમિયોપેથી પ્રદર્શન, યોગ પ્રત્યક્ષ નિર્દર્શન, આયુષ નિદાન અને સારવાર કેમ્પ, અગ્નિકર્મ, જલોકા થેરાપી, સુવર્ણપ્રાશન, પૌષ્ટિક વાનગી નિદર્શન વગેરે કરવામાં આવી હતી.આ પ્રસંગે આયોજિત વિવિધ સ્પર્ધાઓ જેવી કે નાટક સ્પર્ધા, સેલ્ફી પોઇન્ટ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, યોગ સ્પર્ધા, પૌષ્ટિક વાનગી સ્પર્ધા વગેરેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને આ આયુષ મેળાનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું ડૉ.પાર્થ ઠક્કર તથા ડૉ. આનંદ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ ડૉ. મિત્તલ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!