BHARUCHGUJARAT

ઝઘડિયાના હિંગોરીયા ગામનો માર્ગ બીસ્માર અને ધૂળિયા બન્યો હોય સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરીયા ગામના સ્થાનિકોમાં બિસ્માર રસ્તા મુદ્દે આક્રોશ જોવા મળ્યો હતો,અને ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરતા વાહનોના પૈડાં થંભી ગયા હતા.આ મામલે સ્થાનિક પોલીસે દોડી આવી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભરૂચ જિલ્લામાં વરસાદની મોસમમાં વિવિધ માર્ગો બિસ્માર બની ગયા હતા,જોકે તંત્ર દ્વારા હજુ પણ ઘણા રસ્તાઓનું સમારકામ કરવામાં ઉદાસીનતા દાખવી હોવાનું જાણવા મળ્યું છે.ગતરોજ આજ જ માર્ગ પર એક મહિલાનું પણ ટ્રકની નીચે આવી જતા મોત નીપજ્યું હતું.ત્યારે આજ રોજ ઝઘડિયા તાલુકાના હિંગોરીયા નજીક નેત્રંગથી રાજપારડીને જોડતા બિસ્માર માર્ગના વિરોધમાં સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું.અને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ માર્ગ પરથી પસાર થતા હાઇવા સહિતના નાના મોટા વાહનોની કતાર લાગી ગઈ હતી,અને સ્થાનિક લોકોએ રસ્તા વચ્ચે બેસીને રસ્તા રોકો આંદોલનને અંજામ આપ્યો હતો.આ અંગેની જાણ રાજપારડી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.અને આંદોલન કરી રહેલા લોકોને સમજાવીને રસ્તો ખુલ્લો કરવા માટે જણાવ્યું હતું.જોકે રસ્તો રોકનાર સ્થાનિક લોકોએ જવાબદાર અધિકારીને સ્થળ પર બોલાવવાની જીદ્દ પકડી હતી.રસ્તા રોકો આંદોલનને પગલે અનેક વાહનોની કતાર લાગી ગઈ હતી.

Back to top button
error: Content is protected !!