MORBI:મોરબીમાં મતદાર પ્રજા માટે ફરવાલાયક એક પણ સ્થળ નથી ત્યાં રાજાશાહી વખતના બાગ બગીચાઓ પણ વિરાન સ્થિતિમાં મુકાયા!!!

MORBI:મોરબીમાં મતદાર પ્રજા માટે ફરવાલાયક એક પણ સ્થળ નથી ત્યાં રાજાશાહી વખતના બાગ બગીચાઓ પણ વિરાન સ્થિતિમાં મુકાયા!!!
લાખો કરોડોના ખર્ચા કર્યા બાદ પણ બગીચામાં વિકાસનો વિરાન ભસતો પ્રતિબિંબ સમા તંત્રની નિષ્ક્રિયતાનો પ્રકાશ જાડી ચામડીના નેતાઓને
*(રીપોર્ટર મોહસીન શેખ દ્વારા મોરબી)* મોરબીની ભોળી પ્રજા માટે ફરવા લાયક એક પણ સારૂ સ્થળ નથી તો મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે જગદીશભાઈ બાંભલીયા ની ધારાસભ્ય – સાંસદ સભ્ય અને નગરપાલિકાને અવાર નવાર રજુઆત કરી છે. પણ કોઈપણ જાત નુ સાભળ તા કેમ નહો તેવુ લાગી રહ્યું છે તો જો હવે ગાર્ડન કમીટીના ચેરમેન મોરબી ની પ્રજા માટે કાઈક કરી બતાવે તો સારું કેમ કે મોરબી જીલ્લા ની ભોળી પ્રજા ને પ્રાઈવેટ બાગ બગીચા મા જવુ પડે છે અને ત્યાં ૫૦-૧૦૦ રૂપિયા ની ટીકીટ ખરીદવી પડે છે તો નાના વર્ગ ના લોકો ક્યાઈ ફરવા લાયક સ્થળો પર જય સકતા નથી તો જો ધારાસભ્ય સાંસદ સભ્ય – ને પણ ગ્રાન્ડ મળતી હોય છે તો તેમા થી ખર્ચ કરીને એક ફરવા લાયક બાગ બગીચા બનાવવા માટે રજુઆત કરી છે
અને એક સારો એવો કેશર બાગ હતો તે તારીખ ૧૪/૧૦/૨૦૧૭ ના રોજ ગાર્ડન કમીટીના ચેરમેન હીનાબા ક્રિપાલ સિંહ જાડેજા ના વરદ હસ્તે સંપન્ન કર્યું હતું તેને હજી સાત વર્ષ થયા છે ત્યાં એક બાગ – જંગલ વિસ્તાર હોય તેવો થય ચુક્યો છે ત્યા બેસવા માટે ખુરસી ઓ પણ ભાગી ગયો છે હીચકા લપસીયા તમામ વસ્તુઓ ભંગાર ની હાલમ પડેછે. અને ત્યાથી એક ઓવર બ્રીજ નુ પણ કામ ચાલી રહ્યું છે તો બાગીચો પણ પંચાસ ટકા જેટલી જગ્યા પણ ટુકી થય ચુકી છે અને જો ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા આ એક સારો બાગ બનાવી આપે તો સામાજિક કાર્યકર દ્રારા અભીનંદન પણ પાઠવાવમા આવશે












